Ahmedabad: એકવાર ફરી લોકોના આરોગ્ય સાથે ચેડા! ઝોમેટોમાંથી મંગાલેવી મીઠાઈમાં હતી ફૂગ
- મણિનગરમાં આવેલ ગ્વાલિયા સ્વીટ્સ કરાયું સીલ
- મણિનગરમાં રહેતા પરિવારને થયો હતો કડવો અનુભવ
- પ્રસાદ માટે મંગાવેલ મીઠાઈમાં નીકળી હતી ફૂગ
Ahmedabad: અમદાવાદ મણિનગરમાં રહેતા દોશી પરિવારને ખરાબ અનુભવ થયો છે. મળતી વિગતો પ્રમાણે ઝોમેટોમાંથી મંગાવેલ મિઠાઈમાં ફૂગ નીકળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, દોશી પરિવારે પ્રસાદ માટે ઝોમેટોમાંથી મંગાવેલ મીઠાઈમાંથી ફૂગ નીકળી છે. ઘટનાની વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ના મણિનગરના ગ્વાલિયામાંથી મીઠાઈ મંગાવી હતી. એટલું જ નહીં પરંતુ મીઠાઈ સાથે અન્ય નમકીન પણ મંગાવી હતી. આ બાબતે પરિવારે આરોગ્ય વિભાગને જાણ પણ કરી હતી.
Ahmedabad : Online મંગાવેલ મિઠાઈ માંથી નીકળી ફૂગ, ગ્વાલિયા સ્વિટ્સને કરાયું સીલ | Gujarat First
- Ahmedabad Gujarat First ના અહેવાલની અસર
- Maninagarના સ્થાનિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
- Maninagar માં આવેલ ગ્વાલિયા સ્વિટ્સને કરાયું સીલ#Ahmedabad #FoodSafety… pic.twitter.com/Kx0sVH1qbg— Gujarat First (@GujaratFirst) August 5, 2024
આ પણ વાંચો: Ankleshwar: બુટ પહેરતા પહેલા ચેતી જજો, નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ
ગ્વાલિયા સ્વિટ્સને આરોગ્ય વિભાગે કર્યું સીલ
નોંધનીય છે કે, આ બાબતે ગુજરાત ફસ્ટ ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અત્યારે મણિનગરના સ્થાનિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. મણીનગરમાં આવેલ ગ્વાલિયા સ્વિટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મહિલાએ ઝોમેટો પરથી મીઠાઈ મંગાવી હતી. મીઠાઈમાં ફૂગ નીકળતા મહિલાએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતનું મસૂરી અને સ્વર્ગનો અનુભવ કરાવતું સ્થળ એટલે સાબરકાંઠાનું Polo Forest
બ્રાન્ડના નામે ક્યાં સુધી જનતાને બનાવતા રહેશો મુર્ખ?
મહત્વની વાત એ છે કે, આરોગ્ય વિભાગે મહિલાની ફરિયાદ બાદ સત્વરે કાર્યવાહી કરી બતાવી છે. આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વિટ્સ સીલ કરી તેમજ નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ક્યાં સુધી જનતાના આરોગ્ય સાથે ચાલતા રહેશે ચેડાં? ખાવાની વસ્તુઓ વેચતા લોકોને ધ્યાન રાખવાની ફરજ નથી? શા માટે ખુલ્લેઆમ લોકોને આરોગ્ય સાથે રમતો રમવામાં આવે છે.
આ પણ વાંચો: Mahemdavad: સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગને લઈને આવી છે માન્યતા