Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાપર તાલુકામાં 19 પાણી ચોરો સામે ફરિયાદ, મુખ્ય પાઇપલાઇનમાંથી કરતા હતા પાણીની ચોરી

રાપર તાલુકામાંથી પસાર થતા ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રોડ પર આવેલી પાણીની પાઇપ લાઇનમાં પાણી ચોરી કરતા તત્વો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના હાઈવે, હોટલ, પેટ્રોલ પંપ તથા ખેતરોમાં ખેતી માટે ગુજરાત પાણી પુરવઠા અને...
રાપર તાલુકામાં 19 પાણી ચોરો સામે ફરિયાદ  મુખ્ય પાઇપલાઇનમાંથી કરતા હતા પાણીની ચોરી

રાપર તાલુકામાંથી પસાર થતા ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રોડ પર આવેલી પાણીની પાઇપ લાઇનમાં પાણી ચોરી કરતા તત્વો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના હાઈવે, હોટલ, પેટ્રોલ પંપ તથા ખેતરોમાં ખેતી માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મુખ્ય પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરતા હોટલ માલિકો અને અન્ય શખ્સો સામે ગાગોદર પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી છે.. આ મામલામાં કુલ 19 આરોપીઓ સામે 83,22,700ની પાણી ચોરીની ફરિયાદ રાપર પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરે નોંધાવી છે.

Advertisement

આ બનાવની તપાસ ગાગોદર પીએસઆઇ ડી આર ગઢવીએ હાથ ધરી છે.આરોપીઓ દ્વારા લાંબા સમયથી પાણી ચોરી થતી હતી,પરિણામે લોકોને પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી,વ્યાપક ફરિયાદોને અંતે પગલાં લેવાયા છે,મુખ્ય પાઇપ લાઈનમાં કોઈપણ જાતની મંજૂરી વગર પાણી ચોરી કરવું એ યોગ્ય નથી, જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ આજ પરિસ્થિતિ જોવા મળે છે,અવારનવાર લોકોએ પણ દયાન દોર્યું છે,પણ તંત્ર જ્યારે જાગે ત્યારે કેસ કરે છે બાકી કોઈ જ કાર્યવાહી કરતું ન હોવાનું પણ લોકો કહી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.