Ram Navami સંદર્ભે શહેર પોલીસે યોજી સમીક્ષા બેઠક, 250 CCTV કંટ્રોલરૂમને મોકલશે ફીડ
- રામનવમી બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી
- શહેરમાં રામનવમીની મોટી યાત્રાઓની 23 જેટલી અરજી મળી
- PI અને અન્ય અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રહી, અરજદારોને સાંભળવા માટે આદેશ કરવામાં આવ્યો
Ahmedabad: રામનવમીના તહેવાર સંદર્ભે અમદાવાદ પોલીસના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ કામગીરીની સમીક્ષા કરાઈ. Ram Navami તહેવારને લઈને સરુક્ષા બંદોબસ્તની ચર્ચા કરાઈ. ડીજીપીએ આપેલ નિર્દેશો અનુસાર 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે ચર્ચા
અમદાવાદમાં Ram Navami પર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ સજ્જ છે. શહેર કમિશ્નર જી.એસ. મલિકે જાણકારી આપતા કહ્યું કે, CCTVનો મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અમે CCTV ઈન્સ્ટોલેશન માટે લોકોને સમજાવ્યા હતા. 14000 પૈકી 250 CCTV કેમેરાની ફીડ કન્ટ્રોલ રૂમ સુધી મળે છે. સંવેદનશીલ વિસ્તારમાં SRP બંદોબસ્તમાં ગોઠવાઈ છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સમર કેમ્પની પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે જે યાત્રાઓ નીકળવાની છે તેની સુરક્ષા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા વિશાળ શહેરમાં અનેક રામ મંદિરો છે. જેમાંથી મોટા રામ મંદિરો યાત્રાનું પણ આયોજન કરવાના છે. તેથી પોલીસને અત્યાર સુધી આવી યાત્રાઓ માટે 23 અરજીઓ મળી ચૂકી છે.
અમદાવાદ પોલીસ આગામી તહેવારોને લઈ સજ્જ
તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક
અસામાજિક તત્વો વિરૂદ્ધ કામગીરીની કરી સમીક્ષા
આગામી રામનવમી તહેવારને લઈને કરાઈ ચર્ચા
સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે બેઠકમાં ચર્ચા@AhmedabadPolice #Gujarat #Ahmedabad #AhmedabadPolice #CCTV… pic.twitter.com/OuoWo75CdH— Gujarat First (@GujaratFirst) April 5, 2025
આ પણ વાંચોઃ VADODARA : ચેકીંગ દરમિયાન લાવારીસ બેગને સુંઘતા જ સ્નીફર ડોગે સંકેત આપ્યો
રામનવમી નિમિત્તે મોટી યાત્રાઓની 23 અરજીઓ
અમદાવાદમાં Ram Navami નિમિત્ત જે યાત્રાઓ નીકળે છે તેની પોલીસ પાસે પરવાનગી માંગતી કુલ 23 અરજીઓ આવી છે. અરજદારને મુશ્કેલીઓ પડે તે માટે ગઈકાલથી જ પોલીસ સ્ટેશનમાં PI અને અન્ય અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રહી, અરજદારોને સાંભળવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લાલ દરવાજા પાસે વકફ વિરોધ મામલે 40 થી વધુ વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. તેથી પોલીસ આગામી રામનવમી તહેવાર નિમિત્તે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સચેત છે. તેથી જ સમગ્ર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી 250 CCTV કેમેરા કંટ્રોલ રૂમને લાઈવ ફીડ મોકલશે. જેના પરિણામે કોઈ છમકલુ કે અનિચ્છનિય ઘટના બનવાની શરૂઆતમાં જ પોલીસ એકશન લઈ શકે.
આ પણ વાંચોઃ Surendranagarમાં ખનન માફિયાના પાપે 1નો ભોગ લેવાયો, ભોગાવો નદીમાં થયેલા અકસ્માતથી ખુલી પોલ