Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુદામાપુરીમાં પાણીનું રાજકારણ! : મુખ્ય વિસ્તારોમાં પાણીથી નાગરીકો વંચિત 

અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર સુદામાપુરી પોરબંદરમાં પાણીના મુદ્દે હવે ધીમે ધીમે રાજકીય રંગ આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ એકબીજા પર રાજકીય આક્ષેપબાજી કરી રહયા છે. પોરબંદરને પાણી પુરૂ પાડતા ખંભાળા અને ફોદાળામાં પાણીનો પુરતા પ્રમાણમાં જથ્થેો હોવા  છતાં પોરબંદરના...
સુદામાપુરીમાં પાણીનું રાજકારણ    મુખ્ય વિસ્તારોમાં પાણીથી નાગરીકો વંચિત 
અહેવાલ--કિશન ચૌહાણ, પોરબંદર

સુદામાપુરી પોરબંદરમાં પાણીના મુદ્દે હવે ધીમે ધીમે રાજકીય રંગ આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ એકબીજા પર રાજકીય આક્ષેપબાજી કરી રહયા છે. પોરબંદરને પાણી પુરૂ પાડતા ખંભાળા અને ફોદાળામાં પાણીનો પુરતા પ્રમાણમાં જથ્થેો હોવા  છતાં પોરબંદરના મુખ્ય વિસ્તારોમાં હજુ પણ ૧૨-૧ર દિવસથી પાણીનો જથ્થો મળ્યો નથી. પોરબંદરના  લોકો પાણી વગર વલખાં મારી રહયા છે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નાગરિકો ૨૫૦ રૂપિયા ચુકવી ખાનગી ટાકા મંગાવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ એવું કહે છે કે પોરબંદરની જરૂરીયાત ૩૩ એમએલડીની છે તેની સામે પાણી પુરવઠા બોર્ડ ૩૮ એમએલડી સુધી પાણીનો જથ્થો નિયમીત આપે છે. તો જવાબમાં પોરબંદર છાંયા નગરપાલિકા એવું કહે છે કે અમને માત્ર ૨૩ થી ૨૮ એમએલ વચ્ચે જ  પાણીનો જથ્થો આપવામાં આવે છે. તો અન્ય ૧૦ થી ૧૨  એમએલડી પાણીનો જથ્થો કયાં જાય છે ?.

Advertisement

પોરબંદર શહેરનાં જયુબેલી, બોખીરા, બોખીરા આવાસ સહિતના પોરબંદરના પોરબંદરનાં મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ૧ર દિવસથી પાણીનો જથ્થો આપવામાં આવ્યો નથી.
પાણી પુરવઠા બોર્ડનો પાલિકાને પડકાર 
પોરબંદર પાણી પુરવઠા બોર્ડનાં અધિકારી વી.પી. ચૌહાણે જણાવ્યું હતું કે પોરબંદરની નિયમીત જરૂરીયાત ૩૩ એમએલડીની છે. તેની સામે પાણી પુરવઠા બોર્ડ ૩૮ એમએલડી આસપાસ પાણીનો જથ્થો આપે છે.  હાલ ખંભાળા ડેમની અંદર ૫૬ ટકા જેટલો જથ્થો પાણીનો ઉપલબ્ધ છે ત્યારે ફોદાળા ડેમની અંદર ૫૧ ટકા જથ્થો ઉપલબ્ધ છે. ડેમના જથ્થા ઉપર જોઇએ તો ઓગષ્ટ એન્ડ સુધી પાણીનો જથ્થો ચાલે તેટલો છે. એટલે કે પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ તરફથી જે જાંવત્રી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણીનો જથ્થો આપવામાં આવે છે કે તે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ નિયમીત આપવામાં આવે છે. ઉપરાંત પાણી પુરવઠા બોર્ડનાં અધિકારીએ એવું પણ કહ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ પોરબંદરની જરૂરીયાત કરતાં વધુ પાણી આપેજ છે. જો પાલિકાને કોઇ શંકા હોય તો કલેમ ઓન મીટરથી પાણીનો આવતો જથ્થો માપી લે જેથી સત્ય બહાર આવે.  પાણી પુરવઠા બોર્ડ ૩૮ એમએલડી પાણીનો જથ્થો પોરબંદર પાલિકાને આપે જ છે તેવું કહયું હતુ.
 નગરપાલિકાને ફોદાળા ડેમમાંથી જ પાણી અપાઇ રહ્યુ છે,બે ડેમમાંથી નહી 
સુદામાપુરી પોરબંદર પાણી વિહોણુ બની રહ્યુ છે. પોરબંદરના ધણા વિસ્તારમાં પાણી ૧૦ થી ૧૨ સુધી મળ્યુ નથી ત્યારે `ગુજરાત ફર્સ્ટે પોરબંદર નગરપાલિકાના વોટર વર્કસ વિભાગને પુછતા તેમણે જવાબમાં કહ્યુ હતુ કે' પોરબંદર નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ તરફથી નિયમિત ૨૩થી ૨૮ એમએલડી પાણીનો જથ્થો આપવામાં આવે છે.એ મુજબ શહેરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે.હાલમાં ૫ થી ૬ દિવસ પહેલા નર્મદાની પાઇપલાઇન  તુટી જતા ૬ દિવસ સુધી પાણી નહોતુ મળ્યુ, ત્યારબાદ મળવા ચાલ્યુ થયુ છે. એમ અલગ અલગ વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.પહેલાની જેમ વિતરણની સાયકલ ગોઠવામાં ૮ થી ૧૦નો સમય લાગશે. ધીમે ધીમે હવે પાણી વિતરણ  નિયમિત મળતુ થઇ જશે.જે વિસ્તારમાં પાણી પહોચ્યુ નથી ત્યાં પણ પહોચાડવાની કામગીરી ચાલી રહી છે.  ` પાણી પુરવઠા બોર્ડે નગરપાલિકાને ૩૮ એમએલડી પાણી નગરપાલિકા આપવામાં આવે છે. તેવો  ગુજરાત ફર્સ્ટે પ્રશ્ન કરતા પાલિકાના વોટર વર્કસ વિભાગે કહ્યુ હતુ કે,કોઇ મીટર રીડીંગ છે નહી જેથી કેટલુ પાણી પોરબંદર મળે તેનો ખ્યાલ ન આવી શકે.તેવો બચાવ પાલિકાએ કર્યેા હતો. પાણી પુરવઠા બોર્ડે કહે છે કે નગરપાલિકા ગ્રાહક છે, તેમને શંકા હોય તો તેમણે જ  કલેમ ઓન મીટરથી પાણીનો આવતો જથ્થો મપાવાનો હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.