Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર : જિલ્લા પંચાયતમાં છેલ્લા આઠ માસથી કેન્ટીન બંધ હોવાથી કામ અર્થે આવતી પ્રજાને હાલાકી

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં અધ્યતન સુવિધાઓથી સભર કેન્ટીન છેલ્લા આઠ માસ જેટલા સમયથી બંધ હોય જિલ્લા પંચાયત કામ અર્થે આવતી પ્રજાને ચા નાસ્તો કે જમવા માટે સમસ્યાઓ ઉદભવી રહી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે ઉભા કરાયેલા અધતન સુવિધાઓથી સભર કેન્ટીનમાં આશરે...
છોટાઉદેપુર   જિલ્લા પંચાયતમાં છેલ્લા આઠ માસથી કેન્ટીન બંધ હોવાથી કામ અર્થે આવતી પ્રજાને હાલાકી

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં અધ્યતન સુવિધાઓથી સભર કેન્ટીન છેલ્લા આઠ માસ જેટલા સમયથી બંધ હોય જિલ્લા પંચાયત કામ અર્થે આવતી પ્રજાને ચા નાસ્તો કે જમવા માટે સમસ્યાઓ ઉદભવી રહી છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે ઉભા કરાયેલા અધતન સુવિધાઓથી સભર કેન્ટીનમાં આશરે આઠ માસ જેટલા સમયથી બંધ હોવાથી કામ અર્થે આવનાર પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા બે વખત કેન્ટીનના ટેન્ડર પણ કરાયા છે.  પરંતુ કેટલાક માપદંડો પૂર્ણ ન થતા હોય ટેન્ડર પ્રક્રિયા ખોરંભે ચઢી છે. ત્યારે આ બાબતે પરિણામલક્ષી નિર્ણય લઈ સત્વરે કેન્ટીન શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરાય તે ખૂબ જરૂરી બનવા પામેલ છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં વસનાર મહત્તમ પ્રજા ગરીબ અને મધ્યમ વર્ગની છે. જિલ્લા પંચાયતમાં કામ અર્થે આવતા હોય ત્યારે મર્યાદિત ખર્ચ સાથે આવતા હોય છે. તેમને બહારની હોટલોનો ખર્ચ પરવડે તેમ મોટા ભાગે હોતું નથી તેવામાં ઇકોનોમી પોલિસી ઉપર આધારિત કેન્ટીનના પ્રારંભના કારણે પ્રજા ઉપર આર્થિક બહાર પણ ઓછું થતું હતું.

Advertisement

તેમજ પંચાયતના કર્મચારીઓને પણ સસ્તી અને ગુણવત્તાસભર સેવા મળવાથી તેઓ ખુશ હતા. પરંતુ જ્યારથી કેન્ટીન બંધ થયું છે ત્યારથી તેઓ માટે પણ સમસ્યા ઉદભવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે છોટાઉદેપુર નગરના છેવાડે જિલ્લા પંચાયત કચેરી આવેલ હોવાથી આજુબાજુ પણ કોઈ વૈકલ્પિક સુચારી વ્યવસ્થા ન હોવાથી તમામ પ્રજા તેમજ કર્મચારી ગણને પણ ચા નાસ્તા માટે પણ સમસ્યા ઉદભવી રહી છે. ત્યારે કેન્ટીન વહેલી તકે શરૂ થાય તેવી લોકમાંગ બુલંદ થવા પામી છે.

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો -- શિયાળાની ઋતુમાં ગીરના જેપૂર ગામમાં સર્જાઈ પાણીની પારાયણ

Tags :
Advertisement

.