Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur : 75 રૂટ સામે માત્ર 50 ટિકિટ કલેક્શન મશીન! મુસાફરોને ભારે હાલાકી

છોટાઉદેપુર (Chotaudepur) ST બસ ડેપો પર મુસાફરોને હાલાકી 75 શિડ્યૂલનાં સંચાલન સામે માત્ર 50 ટિકિટ કલેક્શન મશીન કાર્યરત ટિકિટ મશીનનાં અછતનાં કારણે બસ મોડી અથવા રદ થતા હાલાકી છોટાઉદેપુર (Chotaudepur) એસટી ડેપો દ્વારા 75 શિડ્યૂલ ચલાવવામાં આવે છે. ત્યારે...
chotaudepur   75 રૂટ સામે માત્ર 50 ટિકિટ કલેક્શન મશીન  મુસાફરોને ભારે હાલાકી
  1. છોટાઉદેપુર (Chotaudepur) ST બસ ડેપો પર મુસાફરોને હાલાકી
  2. 75 શિડ્યૂલનાં સંચાલન સામે માત્ર 50 ટિકિટ કલેક્શન મશીન કાર્યરત
  3. ટિકિટ મશીનનાં અછતનાં કારણે બસ મોડી અથવા રદ થતા હાલાકી

છોટાઉદેપુર (Chotaudepur) એસટી ડેપો દ્વારા 75 શિડ્યૂલ ચલાવવામાં આવે છે. ત્યારે માત્ર 50 જ ટિકિટ કલેક્શન મશીન તંદુરસ્ત હાલતમાં કામ કરતા હોવાથી રોજનાં અનેક રૂટની એસ.ટી. બસ મોડા ઉપડતી હોવાની ફરિયાદો ઊઠી છે. ઘણી વખત બસનો રૂટ રદ થઈ જતાં પ્રજાને ભારે હાલાકી ભોગવી પડે છે. જો કે, સ્થાનિક તંત્ર દ્વારા ઉચ્ચ કચેરીએ આ મામલે જાણ કરી છે, પરંતુ પરિણામ 'પાણીનું નામ ભુ' જોવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : હરણી લેક 'હત્યાકાંડ' મામલે તત્કાલીન મ્યુનિ. કમિશનરને SC થી મોટો ઝટકો

105 ટિકિટ કલેક્શન મશીન પૈકી માત્ર 50 કાર્યરત

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, છોટાઉદેપુર ST બસ ડેપો (Chotaudepur ST Depot) દ્વારા હાલ 75 શિડ્યૂલ પર મુસાફરોની સેવામાં બસો દોડાવવામાં આવે છે. પરંતુ, હાલ કુલ 105 ટિકિટ કલેક્શન મશીનની (Ticket Collection Machines) સામે માત્ર 50 જેટલા મશીનો જ કામ કરતા હોવાથી આ તમામ શિડ્યૂલનું સંચાલન કેવી રીતે કરવું ? તેની વીમાસણમાંથી હાલ તો સ્થાનિક સંચાલકો પસાર થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, જે અંગેની જાણ ઉચ્ચ કચેરીને કરવામાં આવી છે પરંતુ, તેનું નિકાલ આજદિન સુધી નહીં આવતા જેમ તેમ કરી રૂટોનું સંચાલન કરવા સ્થાનિક વાહકો મજબૂર થયા છે. ત્યારે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Gondal : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની આકરી કેદ

Advertisement

75 શિડ્યૂલના સંચાલન સામે 50 મશીન હોવાથી હાલાકી

75 શિડ્યૂલના સંચાલન માટે જરૂરી 75 ટિકિટ કલેક્શન મશીનનાં અભાવ વચ્ચે રૂટ પર ગયેલી એસટી બસની (Chotaudepur ST Depot) રાહ જોઈને અન્ય રૂટ પર જનાર ST બસનાં સ્ટાફને રાહ જોઈ બેસવું પડે છે. તેમાંથી ટિકિટ કલેક્શન મશીન ફ્રી થયા પછી મળે ત્યારે તે તેઓનાં રૂટની ST બસને લઈને જઈ શકે છે, એટલે કે રૂટનાં સમયમાં વિલંબ થાય છે. બીજી તરફ કેટલીક વાર રૂટ પણ રદ કરવાની સંચાલકોને ફરજ પડે છે. આમ, રૂટની બસ કાં તો મોડી પડે છે કાં તો રદ થાય છે. છેવટે મશીનની અછતનો ભોગ પ્રજાને બનવું પડી રહ્યું છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Gandhinahgar : IPS અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ, અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી!

Tags :
Advertisement

.