ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chotaudepur: "સુશાસન દિવસ"ની જિલ્લા કક્ષાની ઉજવણી

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને "સુશાસન દિવસ"ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નિહાળ્યું હતું. જિલ્લાના વિવિધ વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા ઉચ્ચ અધિકારીઓ દેશના પૂર્વ વડાપ્રધાન...
07:37 PM Dec 25, 2023 IST | Maitri makwana

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને "સુશાસન દિવસ"ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નિહાળ્યું હતું.

જિલ્લાના વિવિધ વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા ઉચ્ચ અધિકારીઓ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતી નિમિત્તે તેમની સ્મૃતિમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ "સુશાસન દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહના અધ્યક્ષ સ્થાને "સુશાસન દિવસ" ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે આયોજિત "સુશાસન દિવસ" ની રાજ્ય કક્ષાની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનને સભાખંડમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.

આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે સંબંધિત વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન ૨૦૨૩ ની ઉજવણી અંતર્ગત ઓફિસની સ્વચ્છતા જાળવવા બદલ, રેકોર્ડરૂમની જાળવણી, નિભાવની તેમજ સ્વચ્છતા ઝુંબેશમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસા કરી હતી. તેમણે વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા જી.ઈ.એમ પોર્ટલ દ્વારા કરવામાં આવતી પારદર્શક ખરીદી વિશે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી

Tags :
ChotaudepurDistrict level celebrationGOOD Governance Daygujaart newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwananewsnews update
Next Article