Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવ્યું

Union Budget 2024: ભારતમાં અત્યારે મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ બજેટ (Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ તો ચાર બાબતો પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પણ ખાસ ભાર મૂકવામાં...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવ્યું

Union Budget 2024: ભારતમાં અત્યારે મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ બજેટ (Budget 2024) રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ તો ચાર બાબતો પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન જી એ પ્રસ્તુત કરેલા 2024 -25 ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણ નો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે.

Advertisement

મુખ્યમંત્રીએ સર્વાગી વિકાસને વેગ આપતું બજેટ ગણાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25 ના બજેટ (Budget 2024)ને વિકસિત ભારતના પથને કંડારતું અને સર્વગ્રાહી બજેટ ગણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં યુવાનો માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી આગામી 2047 સુધીમાં ભારત યુવાશક્તિ સાથે ઉભરી આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાગી વિકાસને વેગ આપતું બજેટ ગણાવ્યું છે.

મુખ્ય પાકો માટે ઉચ્ચ ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણ

નોંધનીય છે કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પોતાના બજેટલક્ષી ભાષણમાં ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પર ખાસ ભાર મૂક્યો હતો. નાણાંમંત્રીએ ખેડૂતો માટે મુખ્ય પાકો માટે ઉચ્ચ ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણ કરી છે. જે ખર્ચની 50 ટકા માર્જિનના વાયદાને અનુરૂપ છે. આ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ 5 વર્ષ માટે લંબાવી દેવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે 80 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે. આ વર્ષે કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું કે, ‘ખેડૂતોની 32 કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં પાકની 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા અનુકુળ જાતો ખેડૂતોને મુક્ત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Agriculture Sector Budget 2024: ખેડૂતોને ફાયદો કે નુકસાન? જાણો નાણાંમંત્રીએ કેટલા કરોડની ફાળવ્યા

આ પણ વાંચો: Union Budget 2024: બિહારે લૂંટ્યું બજેટ 2024! પ્રવાસન પેકેટ અને વિશેષ આર્થિક સહાય સાથે આટલા કરોડની ભેટ

આ પણ વાંચો: Health Budget 2024 માં કેન્સરના દર્દીઓ માટે ખાસ જોગવાઈ, નાણાંમંત્રીએ કરી મોટી જાહેરાત

Advertisement
Tags :
Advertisement

.