Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur: સફળતા પાછળ ગુરુઓઓ અમૂલ્ય ફાળો, વિદ્યાર્થી માટે હંમેશા સર્વશ્રેષ્ઠ છે આ શિક્ષક

ગુરુ તરીકેની જવાબદારી ખરા અર્થમાં સાર્થક કરી આ શિક્ષકે બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પાછળ કર્યા છે અથાગ પ્રયત્નો કોરોના કાળમાં ઘરે ઘરે જઈ બાળકોને શિક્ષણનું દાન આપવામાં આવ્યું હતું Chhotaudepur: છોટાઉદેપુર તાલુકાના એવા એક શિક્ષક કે જે પોતાના...
11:19 PM Sep 04, 2024 IST | VIMAL PRAJAPATI
Chhotaudepur
  1. ગુરુ તરીકેની જવાબદારી ખરા અર્થમાં સાર્થક કરી આ શિક્ષકે
  2. બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પાછળ કર્યા છે અથાગ પ્રયત્નો
  3. કોરોના કાળમાં ઘરે ઘરે જઈ બાળકોને શિક્ષણનું દાન આપવામાં આવ્યું હતું

Chhotaudepur: છોટાઉદેપુર તાલુકાના એવા એક શિક્ષક કે જે પોતાના વિદ્યાર્થીઓને જ પોતાનો પરિવાર માને છે. દિવાળી કે ઉનાળા વેકેશનમાં પણ શાળાએ જઈ બાળકોને શિક્ષણનું સિંચન કરે છે. ઘેલવાંટ પ્રાથમિક શાળાના એવા કર્મશીલ શિક્ષક મકરાણી પ્યારે મોહમ્મદને દુનિયા સલામ કરે છે. પોતાના કર્મ અને કર્તવ્યના સિદ્ધાંત થકી એક આદર્શ ગુરુ તરીકેની જવાબદારીને વફાદારી પૂર્વક અદા કરી શિક્ષકની ખરા અર્થમાં થતી વ્યાખ્યાને સાર્થક કરી છે.

ગુરુઓને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવતા વિદ્યાર્થીઓ

કર્મશીલ શિક્ષકો દ્વારા શિક્ષણનું સિંચન

Chhotaudepur તાલુકાની એવી એક શાળા કે જ્યાં દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન હોય ત્યાં એક પણ દિવસ રજા ભોગવાતી નથી. શિક્ષકોની શિક્ષણ અને બાળકો પ્રત્યેની આવી ઉદાર ભાવનાના કારણે આજે શિક્ષક દિન નિમિત્તે કેટલાક શાળાના માજી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી તેઓના ગુરુઓને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સફળ કારકિર્દીના આશીર્વાદ મેળવ્યા હતા. Chhotaudepur તાલુકાના ઘેલવાંટ ગામે આવેલી ઘેલવાંટ પ્રાથમિક શાળા કે જ્યાં શાળાના બાળકોને દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનમાં પણ કર્મશીલ શિક્ષકો દ્વારા શિક્ષણનું સિંચન કરવામાં આવે છે. બાળકોમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા પાછળ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. કહેવાય છે કે ત્યાંના માજી વિદ્યાર્થીઓ આજે પણ અનેક સરકારી વિભાગોમાં ફરજ બજાવે છે. પોતાની સફળ શૈક્ષણિક કારકિર્દી પાછળ તેઓના ગુરુઓનો અમૂલ્ય ફાળો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: ‘ISI સે બોલ રહા હું...’ હિન્દુ નેતા ઉપદેશ રાણાને ફરી જાનથી મારી નાખવાની ધમકી

શિક્ષણનો પાયો મજબૂત કરવા પાછળ અથાગ પ્રયત્નો કર્યા

શિક્ષકોની શિક્ષણ અને બાળકો પ્રત્યેની આવી ઉદાર ભાવનાના કારણે આજે શિક્ષક દિન નિમિત્તે કેટલાક શાળાના માજી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી તેઓના ગુરુઓને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સફળ કારકિર્દીના આશીર્વાદ મેળવ્યા હતા. Chhotaudepur તાલુકાની ઘેલવાંટ પ્રાથમિક શાળાના ઉત્સાહી અને કર્મમાં માનનારા શિક્ષકોએ કોરોના કાળમાં પણ ઘરે ઘરે જઈ બાળકોને શિક્ષણનું દાન આપવામાં આવ્યા હોવાનું ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ સાથે શાળામાં દિવાળી તેમજ ઉનાળુ વેકેશનમાં પણ સવારે બે થી ત્રણ કલાક નિયમિત શિક્ષણ આપવામાં આવે છે .

આ પણ વાંચો: Bharuch: બાળકને સાપ કરડ્યો તો હોસ્પિટલને બદલે તાંત્રિક પાસે લઈ ગયાં, અકાળે માસૂમનું મોત

અહીંના શિક્ષકો વિદ્યાર્થીઓને જ પોતાનો પરિવાર ગણે છે

જ્યારે રાજ્યના શિક્ષકો વેકેશન મોડમાં હોય છે અને પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણતા હોય છે. ત્યારે અહીંના શિક્ષકો તેઓના વિદ્યાર્થીઓને જ પોતાનો પરિવાર ગણાવે છે અને શાળાએ જઈ નિયમિત શૈક્ષણિક કાર્યો ને અંજામ આપે છે. શાળામાં શિક્ષણની સાથે સાથે બાળકોને પર્યાવરણ જતન અને સંરક્ષણની ભાવના કેળવાય તે માટે એક અદ્ભુત ગ્રીનરી વાતાવરણ ઊભુ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શાળામાં કિચન ગાર્ડન, ઔષધી ગાર્ડન ઉભુ કરાયું છે.

આ પણ વાંચો: Polo Forest જવાનો પ્લાન હોય તો પહેલા આ જાહેરનામું વાંચી લ્યો! નહીં તો ખોટો ધક્કો પડશે

અનેક વિદ્યાર્થીઓને આ શિક્ષકે સફળ બનાવ્યાં

નાનકડી શાળામાં બાળકોમાં પર્યાવરણ જતન અને સંરક્ષણની જવાબદારી ના ગુણ પેદા થાય તે માટે ગ્રીનરી વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. બાળકો સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત થાય તે માટે થોડા થોડા અંતરે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. આ શાળામાં બાળકો સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે તો શિક્ષકો દ્વારા નાનકડી લેબ ઊભી કરી તેઓને સરળ રીતે સમજાય તે રીતે તમામ પ્રાયોગિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે.બાળકોની શિક્ષણની ભૂખ સાથે શિક્ષકની પણ તેઓની મૂળભૂત ફરજ પ્રત્યેની વફાદારીના કારણે અહીંના અનેક માજી વિદ્યાર્થીઓ આજે તેઓની સફળ કારકિર્દીના શિખરો સર કરી શક્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

અહેવાલઃ તૌફિક શેક, છોટાઉદેપુર

Tags :
5 september Teacher's DayChhotaudepur TeacherChhotaudepur Teacher NewsGujaratGujarati NewsNational Teacher's DayTeacher's DayTeacher'sDayVimal Prajapati
Next Article