Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોટાઉદેપુર : રાજ્યભરમાં આવતી કાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શૂરું

છોટાઉદેપુર જિલ્લામાં કાલથી પ્રારંભ થનાર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 24,334 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા કામગીરીની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કેન્દ્રો...
11:02 PM Mar 10, 2024 IST | Harsh Bhatt

છોટાઉદેપુર જિલ્લામાં કાલથી પ્રારંભ થનાર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 24,334 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા કામગીરીની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર સોમવારના દિવસથી ધોરણ 10 અને ધોરણ 12 ની તબક્કાવાર પરીક્ષાના આયોજનો  શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં 14,934 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7797 વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1603 વિદ્યાર્થીઓ મળી કુલ 24,334 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે. આ તમામ પરીક્ષા સીસી કેમેરા ફૂટેજ અંતર્ગત યોજાનાર છે. જે માટે જિલ્લાની કુલ 27 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાના આયોજનો કરવામાં આવ્યા છે. આ તમામે તમામ કેન્દ્રો સીસી કેમેરા થી સજજ છે એવા 83 સ્થળોએ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે 1243 બ્લોકો ની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સંપૂર્ણ શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેના સુચારા આયોજનના ભાગરૂપે 83 સ્થળ સંચાલકો 1243 સુપરવાઇઝરો 166 વહીવટી કર્મચારીઓ 332 વર્ગચારના કર્મચારીઓ અને 93 ઝોનલ પ્રતિનિધિની નિમણૂક કરી છે,  હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમારનાઓ દ્વારા જણાવ્યું હતું.
અહેવાલ - તોફીક શેખ 
આ પણ વાંચો : Patidar vs Chaudhary: વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન પર પટેલ સમાજના લોકોએ આપી પ્રતિક્રિયા
Tags :
10th and 12thBoard ExamBoard ExamsChhota UdepurGSEBGujaratGujarat Firststate education boardStudents
Next Article