Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDEPUR : તહેવારોના ટાણે જ પશુ ચિકિત્સાલય રામ ભરોસે, પશુ પાલકો મુકાયા મુશ્કેલીમાં

અહેવાલ - તોફીક શેખ  છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીની પાસે પશુ ચિકિત્સાલય આવેલ છે, જેમાં આજે  દૂર દૂરથી આવેલા પશુ માલિકો બપોરના ૧૨ વાગ્યા સુધી ડોક્ટરની રાહ જોઈને બેઠા તો કેટલાકે ડોક્ટરની તપસ્યા કરી તો કેટલાક સારવાર વિના ઘરે રવાના થયા...
chhota udepur   તહેવારોના ટાણે જ પશુ ચિકિત્સાલય રામ ભરોસે  પશુ પાલકો મુકાયા મુશ્કેલીમાં
અહેવાલ - તોફીક શેખ 
છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીની પાસે પશુ ચિકિત્સાલય આવેલ છે, જેમાં આજે  દૂર દૂરથી આવેલા પશુ માલિકો બપોરના ૧૨ વાગ્યા સુધી ડોક્ટરની રાહ જોઈને બેઠા તો કેટલાકે ડોક્ટરની તપસ્યા કરી તો કેટલાક સારવાર વિના ઘરે રવાના થયા હતા. રાજ્ય સરકાર જન જનની સતત ચિંતા કરે છે અને પ્રજાના હિત માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકે છે, અને રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવા ભગીરથ પ્રયાસો હાથ ધરે છે.
તેવામાં કેટલાક બાબુઓની બેદરકારીના કારણે સરકારનો હેતુ સો ટકા સિદ્ધ થઈ શકતો નથી. તેવો જ એક કિસ્સો છોટાઉદેપુર પશુ
ચિકિત્સાલય ખાતે આજે જોવા મળી આવ્યો હતો. જેમાં અનેક પશુ માલિકો પોતાના પશુની સારવાર માટે પશુ ચિકિત્સાલય ખાતે આવ્યા હતા, પરંતુ ડોક્ટર સાહેબ ઘેરહાજર હોવાથી તેઓ અસમંજસમાં મુકાયા હતા.
સુત્રો પાસથી મળેલ વિગતો પ્રમાણે પશુ ચિકિસાલયમાં ઓપીડી નો સમય સવારે ૮ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૬.૩૦ નો હોઈ છે. તેમજ શનિવારે કોઇ જાહેર રજા પણ નથી. આ સાથે ઉપલી કચેરીએ આ અંગેની જાણ પણ નિયત સમય મર્યાદામાં કરાયેલ નથી. ત્યારે હાલ તહેવારના દિવસો ચાલે છે, તેમાં કોઈ બે મત નથી.
પરંતુ તેનો મતલબ એ પણ નથી કે વ્યક્તિ તેની નૈતીક ફરજ અને જવાબદારી છે તેનો છડે ચોક ઉલંઘન કરે.  કયાંકને કયાંક ડોક્ટર્સને ભગવાનનો અવતાર પણ મનાયા છે, જે બીમારીમાંથી દર્દીઓને બચાવે છે. આજે  એવા ડોક્ટર પણ છે જે પોતાના કામને પોતાનો ધર્મ માને છે અને પોતાના દર્દીને અનેક ગંભીર બીમારી સામે લડત આપવા સામર્થ્ય પૂરું પાડે છે, તેમાં પણ કોઈ બે મત નથી. ત્યારે બીજી તરફ  મુઠ્ઠીભર કિસ્સામાં અનેક લાપરવાહીને કારણે અનેક જીવ કણશે છે અને મોતનાં અંજામ સુઘી પહોંચે છે તે પણ નગ્ન સત્ય છે.
Advertisement
Tags :
Advertisement

.