ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેપાળથી પોતાવી પ્રેયસીને ગોંડલ લાવી બસ સ્ટેશન પર છોડીને દગાખોર પ્રેમી ફરાર

મહિલા હેલ્પલાઈન દ્રારા નેપાળી યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તે નેપાળના વતની હોય તેના પ્રેમી ગોંડલ રેલવેમા નોકરી કરતા હોય તે તેમના માતા-પિતાને જાણ કર્યા વગર નેપાળથી નીકળી ગોંડલ આવી પહોંચી હતી તે અને તેમના પ્રેમી ગોમટા ગામમાં રહેતા...
03:17 PM May 27, 2023 IST | Hiren Dave

મહિલા હેલ્પલાઈન દ્રારા નેપાળી યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તે નેપાળના વતની હોય તેના પ્રેમી ગોંડલ રેલવેમા નોકરી કરતા હોય તે તેમના માતા-પિતાને જાણ કર્યા વગર નેપાળથી નીકળી ગોંડલ આવી પહોંચી હતી તે અને તેમના પ્રેમી ગોમટા ગામમાં રહેતા હોય હાલ તેને પ્રેમી છેલ્લા ૨ દિવસથી ગોંડલ બસ સ્ટેન્ડ પર છોડી નાસી ગયેલ હોય તેની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્રારા સખી વન સ્યોપ સેન્ટર પર આશ્રય અપાવેલ છે.

સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્રારા યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેને સમજાવેલ કે કોઈ અજાણ્યા પુરુષ પર વિશ્ર્વાસ કરી ઘરેથી નીકળી જવું યોગ્ય નથી. યુવતી પોતાના નિર્ણય પર અડગ હોય તેથી તેનું સતત કાઉન્સેલિંગ કરતા તેને માતા-પિતા અને પ્રેમી વચ્ચેનો તફાવત સમજાયેલ હાલ તેને નર્સિંગનો અભ્યાસ કરતા હોય જેથી તેને સમજાવેલ કે પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ તે પોતાના વતન જવા માટે સહમત થયેલ હતા.

સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્રારા તેંના માતા-પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા હાલ તેના માતા-પિતા તેને થોડા સમય બાદ લઈ જવાની તૈયારી દર્શાવતા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક વિશ્રાંતિ બેન પુનાણી દ્રારા હકીકત જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેને જણાવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ ગોંડલ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્રારા હાલ બહેનને રાજકોટ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય અપાતા યુવતીનું તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.

અહેવાલ -વિશ્વાસ ભોજાની ,ગોંડલ 

આપણ વાંચો-દહેજની ઇન્ડિયા પેરોક્સાઈડ કંપનીમાં વિકરાળ આગ

 

Tags :
Gomta villageGondalmother fatherNepalese girlWomen's Helpline
Next Article