સુરતમાં ઝડપાયેલા ભેજાબાજે ભરૂચમાં પણ CNG પમ્પ પર ચુનો ચોપડ્યો હોવાની કરી કબુલાત
સુરત ખાતે એક ભેજાબાજ નિર્દોષ લોકોને ચૂનો ચોપડતો હોવાની ઘટનામાં ઝડપાઈ ગયો છે અને તેણે સુરતમાં નહીં ભરૂચમાં પણ નર્મદા ચોકડી નજીક સીએનજી પંપ ઉપર ચુનો ચોપડીઓ હોવાની કબુલાત કરતા સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરી પંપના મેનેજર એ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ભરૂચ પોલીસે સુરત ઝડપાયેલા ભેજા બાજને ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની કવાયત કરી છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નિરવ પરમારએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ગત તારીખ ૪/૪/૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાના અરસામાં નોકરી પર હતા તે દરમિયાન બપોરના ૧ વાગ્યાના અરસામાં નર્મદા ચોકડી નજીક સીએનજી પમ્પ ઉપર હતા તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને તેણે પોતે ઓળખ જય પટેલ તથા પટેલની વાડીના માલિક નો છોકરો છે તે રીતે આપી હતી અને ખોટી ઓળખ આપનાર ભેગા બાજે ફરિયાદીને લસ્સી આપી હતી અને તમામ કર્મચારીઓને લસ્સી પણ પીવડાવી હતી ત્યારબાદ તે વ્યક્તિએ ફરિયાદીને જણાવ્યું કે મારી પાસે ૨ લાખ રૂપિયા છુટા છે મારે ૫૦૦ રૂપિયાના નોટના બંડલોની જરૂર છે તેમ જણાવતા ફરિયાદીએ કાઉન્ટરમાંથી ૮૦ હજાર રૂપિયા છે તેમ જણાવી તે રીતે તેને રૂપિયા આપ્યા હતા અને ગાંઠિયાએ ફરિયાદીને કહ્યું મારી પટેલની વાડી ઉપર કોઈને મોકલ મારી સાથે હું તેને છુટા આપી દઉં છું ભેજા બાજની પાછળ સિક્યુરિટી ગાર્ડ ટુ વ્હીલર લઈને ગયો હતો તે દરમિયાન સિક્યુરિટીની નજર ચૂકવી ગઠ્યો રફુચક્કર થઈ ગયો હતો.
સુરતમાં કોઈ ગુનામાં આરોપી અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલી રહેવાસી સી -૪૦૩ મીમ પ્લાઝા હોળી બંગલો વરિયાળી બજાર ચોક સુરતનાઓ ખોટું નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી લોકોને છેતરતા પકડાયો હોય જે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી અને ઝડપાયેલા ભેજા બાજ ભરૂચમાં સીએનજી પમ્પ ઉપર છેતરપિંડી કરતી વેળા સીસીટીવી કેમેરામાં કેદ હોય જે અંગે બંનેનું વેરિફિકેશન કરતા સુરતમાં ઝડપાયેલો જ અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલી હોવાની ઓળખ થતા રૂપિયા ૮૦,૦૦૦નો ચૂનો ચોપડનાર cng પંપ ના મેનેજર એ પણ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતમાં ઝડપાયેલા ભેજા બાજને ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવાની કવાયત કરી છે.
આ પણ વાંચો - Junagadh માં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ, 12 સંસ્થાઓએ સરકારને કરોડોનો ધૂંબો માર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - દિનેશ મકવાણા