સોશિયલ મીડિયાથી છેતરપિંડી, યુવતી સાથે પહેલા કરી મિત્રતા પછી ન્યૂડ ફોટો મેળવી લાખો રૂપિયા પડાવ્યા
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવીને ન્યૂડ ફોટો મેળવીને યુવતીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી અનુસાર, આરોપીએ 2 યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. સોશિયલ મીડિયામાં રોમીયો ઠગ ખૂબ જ સાતિર રીતે યુવતીઓને ફસાવતો હતો અને બાદમાં તેમના વિશ્વાસનો ખોટો ઉપયોગ કરતો હતો.
બોપલ પોલીસે એક યુવતીના ફરિયાદના આધારે સોશિયલ મીડિયાના રોમિયોની ધરપકડ કરી છે. જેનું નામ જય નાગોર છે. સોશિયલ મીડિયા પર યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતા કેળવીને વિશ્વાસમાં લેતો હતો. અને યુવતીને પ્રેમભરી વાતો કરીને ન્યૂડ ફોટો મેળવીને બ્લેકમેઈલ કરતો અને પૈસા પડાવતો હતો. બોપલની યુવતી સાથે પણ આ આરોપીએ ઈન્સ્ટાગ્રામમા ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને મિત્રતા કેળવી હતી. યુવતીએ તેની વાતોમા આવીને ન્યૂડ ફોટા મોકલ્યા અને ત્યારબાદ આરોપીએ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યુ. યુવતીના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ઓનલાઈન પૈસા માંગતો હતો. આ પ્રકારે આરોપીએ રોકડ અને સોનુ સહિત રૂ. 3.20 લાખ પડાવ્યા હતા. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપી જય નાગોરની ધરપકડ કરી છે.
વધુમાં બોપલ પોલીસ સ્ટેશનના PI અલ્પેશ ચૌધરીએ જણાવ્યુ હતું કે, પકડાયેલા આરોપી જય નાગોર ઈસનપુર વિસ્તારનો રહેવાસી છે. 15 દિવસ પહેલા ગુરૂકુલમાં પી જી તરીકે રહેવા આવ્યો. ડિલિવરી બોય તરીકે કામ કરતા આરોપીએ મોજશોખ પુરા કરવા માટે યુવતીઓને મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવવાનું ષડયંત્ર શરૂ કર્યુ. 5 મે ના રોજ બોપલની યુવતીને સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ મોકલી અને એક અઠવાડીયામાં યુવતીના ન્યૂડ ફોટા મેળવીને 12 મેથી બ્લેકમેઈલ શરૂ કર્યુ, આ પ્રકારે આનંદનગરની યુવતીને પણ બ્લેકમેઈલ કરીને પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યુ છે. બોપલ પોલીસે આરોપીની 3 દિવસમાં રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કેળવીને મુશ્કેલીમાં મુકાતી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક રોમીયો ઠગના આ કાંડથી યુવતીઓએ સાવચેત રહેવાની જરૂર છે. હાલમાં બોપલ પોલીસે આ આરોપીએ અન્ય કેટલી યુવતી સાથે આ કૃત્ય કર્યુ છે તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો - ATSનું ઓપરેશન,અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ