સમાજ સેવાના નામે ઠગી, કોરોના કાળમાં સરકારના એક કરોડ કર્યા ચાંઉ
સંઘર્ષના સાથી, ભૂખ્યાને ભોજનની દાનત જેવી સંસ્થાઓ કોઈ પણ રજિસ્ટ્રેશન વિના ખોલી લોકો સાથે છેતરપિંડી કરનાર સમાજ સેવકની છબી ઉભી કરનારા કરુણેશ રાણપરિયા મોટો ચીટર નીકળ્યો છે. કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ટ્રેનમાં મોકલવામાં આવતા નાગરિકોને બુંદી-ગાંઠિયાના નાસ્તાના નામે વ્યક્તિ દીઠ 25 રૂપિયાનો નાસ્તો કરી સરકાર પાસેથી એક કરોડનો ચેક મેળવી નાગરિકોને નાસ્તો આપવાના બદલે નાણાં પોતે જ ચાંઉ કરી લીધેલા વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી છે.
આજ કાલ સમાજ સેવી નો મુખટો પહેરીને લોકો ને ઠગનારા કેટલાજ સમાજ સેવકોની હરકત અને કરતૂત ના કારણે તમામ સમાજ સેવક બદનામ થઈ રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, સમયાંતરે ઠગ સેવકો લોકો ને છેતરી રહ્યા છે ,આ અંગે હર્ષદ મેહતા એ જણાવ્યુ હતું કે સુરતમાં રજિસ્ટ્રેશન વિના ઉઘરાવેલાં નાણાં ની ડીસીપી ભાગ બટાઇ અને હિસાબના ૫૭ લાખના હિસાબ મુદ્દે મોટા વરાછામાં એલિગન્ઝા હાઇટ્સ ખાતે કરુણેશ રાણપરિયા અને તેની ટોળકીએ એક સમયે પોતાના સાથી રહેલા ત્રણ મિત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ગુનામાં ઉતરાણ પોલીસે ગત અઠવાડિયે કરુણેશ રાણપરિયા, વિરલ લાલજી ગોટી, રાજેશ ઉર્ફે રાજુ ઉંચડી ભગવાન નાકરાણી, પ્રદીપ ઘનશ્યામ લાખાણી અને જિતેન્દ્ર ઉર્ફે જીતુ હિંમત સેલડિયાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રિમાન્ડ પુરા થતા ફરી પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ફ્રધર બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આરોપીઓની પૂછપરછ અને તેના બેન્કની ડિટેઇલ મેળવવામાં આવતાં સમાજ સેવકોનો ભેખ ધરીને ફરતો રાણપરિયા ઠગ અને ખંડણી બાજ હોવાનું બહાર આવ્યું હતું. કોરોનાકાળ વખતે સરકાર દ્વારા ફસાયેલા લોકોને ટ્રેનથી તેમના વતન મોકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરત કલેક્ટરે બોલાવેલી મિટિંગમાં પણ કરૂણેશ રાણપરિયા હાજર રહ્યો હતો. ટ્રેનમાં મુસાફરોને બુંદી- ગાંઠિયાનો નાસ્તો પોતે આપશે અને વ્યક્તિદીઠ ૨૫ રૂપિયાનો ખર્ચનો હિસાબ જણાવતાં કલેક્ટરે એક કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે નાણાં રાણપરિયાએ મારુતિ વીર જવાન ટ્રસ્ટના નામથી વરાછા બેન્કમાં જમા કરાવ્યો હતો. જોકે આ નાણાંથી મુસાફરોને નાસ્તો આપવાને બદલે આ ટોળકી પોતે જ અંગત ઉપયોગમાં વાપરી ગઇ હોવાનું પોલીસે કોર્ટને સમક્ષ રિમાન્ડમાં મુદ્દામાં જણાવ્યું હતું,વધુમાં ડીસીપી હર્ષદ મેહતા એ કહ્યું હતું કેરાણપરિયા એન્ડ ટોળકીએ ફરસાણ માટે કેતન ગોટીને ૩૦થી ૪૦ લાખ રૂપિયા ચેકથી નાણાં ચૂકવ્યાનું દર્શાવ્યું હતું. ડીઝલ પેટે ક્રિષ્ણા પેટ્રોલ પંપના જયેશભાઇને ચેકથી છ લાખ રૂપિયા ચૂકવ્યાનો હિસાબ રજૂ કર્યો હતો.જોકે પોલીસની તપાસમાં તેમાં પણ કૌભાડ કરાયું હતું. છ લાખનો ચેક આપી રાણપરિયાએ સાડાપાંચ લાખ રૂપિયા પરત મેળવી લીધા હતા. પેટ્રોલપંપ સંચાલકે પણ ડીઝલ નહિ આપી માત્ર બિલ બનાવવાના નામે કમિશન મેળવી લીધું હતું.ગોટીએ પણ આ જ ધંધો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ રૂપિયામાંથી ૩૮ લાખનો હિસાબ નહિ મળતા હવે ફરસાણવાળા કેતન ગોટીએ પણ આ જ ધંધો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ રૂપિયામાંથી ૩૮ લાખનો હિસાબ નહિ મળતા પોલીસ હવે સરકાર સાથે છેતરપિંડીને દિશામાં તપાસ કરી રહી છે.
મારૂતી વીર જવાન ટ્રસ્ટ-યુવા ટીમ, સંઘર્ષના સાથી, ભૂખ્યાને ભોજન, તેજસ સંગઠન સહિતની વિવિધ સામાજીક સંસ્થાના નામે કરોડો રૂપિયા ઉસેટી લેનાર કૌભાંડી કરૂણેશ રાણપરીયાને મદદ કરનાર એમ્બ્રોઇડરી કારખાનેદાર સાગર દોંગાની પોલીસે ધરપકડ કરીને લાજપોર જેલ ધકેલી દીધો છે. આ ઘટનામાં પોલીસે કરૂણેશ પાસેથી 25 લાખની નવી સ્કોર્પિયો કબજે કરી છે. જે મુદ્દે કરૂણેશ અને હિતેશ ગોયાણી વચ્ચે માથાકૂટ થઇ છે તેને લઇને પોલીસે હિસાબ પણ મંગાવ્યો છે.જેમાં અમરોલી પોલીસે કરૂણેશ પાસેથી રોકડા 37 લાખ, ફરિયાદી સંજય પટોડીયા અને ઇજાગ્રસ્ત હિતેશ ગોયાણી પાસેથી 12 લાખ મળી કુલ 49 લાખ કબજે કર્યા છે. પોલીસે અત્યાર સુધીમાં મુદ્દામાલ સ્વરૂપે કુલ્લે રૂા. 59.92 લાખની રકમ કબજે કરી છે.
વાત વિચારવા જેવી એ છે કે ઉતરાણ પોલીસ સ્ટેશનના સ્ટાફ થી આરોપી ના પકડતા સુરત પોલીસના એક ઉચ્ચકક્ષાના અધિકારીઓએ રાંદેર પોલીસ ને મેદાનમાં ઉતારી હતી અને આરોપીઓ પકડાય ગયા હતા, આજે ફરી એક વાર ઉતરાણ પોલીસની કામગીરી સામે અમરોલી પોલીસે મુદ્દામાલ અને કાર કબ્જે કરી કામગીરી કરી બતાવી છે,ત્યારે ઉતરાણ પોલીસ સ્ટેશનના પી આઈ અને સર્વલેન્સ સ્ટાફ ની બદલી થવી જોઈએ હાલ કામગીરી જોતા લાગી રહ્યું છે.સમાજ સેવાના નામે મેવા ખાનારા હાલ પોલીસ સ્ટેશનમાં આરોપી બની ને બેઠા છે.
આ પણ વાંચો - દીવા તળે અંધારું, લોકોની સુરક્ષા કરતા ફાયરના જવાનોનો જીવ પોતે જોખમમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત