Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિરમાં ઈન્ડિયા જીતેગાના નારા લગાવતા ભક્તો, ભારત વર્લ્ડ કપ ફાઈનલમાં વિજેતા બને તે માટે પુજા અર્ચના અને પ્રાર્થના કરી

અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આજે રવિવારે માતાજીના ગરબા લઈને ભક્તો દૂરદૂરથી દર્શન કરવા...
અંબાજી મંદિરમાં ઈન્ડિયા જીતેગાના નારા લગાવતા ભક્તો  ભારત વર્લ્ડ કપ ફાઈનલમાં વિજેતા બને તે માટે પુજા અર્ચના અને પ્રાર્થના કરી

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આજે રવિવારે માતાજીના ગરબા લઈને ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા અને ભક્તો બોલ મારી અંબે, જય જય અંબે ના નારા લગાવ્યા હતા પણ સાથે સાથે ભારત ઓસ્ટ્રેલિયા ની ફાઇનલ મેચમાં ભારતનો જંગી મતે વિજય થાય તે માટે પણ માતાજીને પ્રાર્થના કરી હતી. ભકતોએ જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા, જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા નારા લગાવ્યા હતા. મંદિરમાં આવેલા ભક્તોએ મોટી સંખ્યામાં ભારતનો વિજય થાય તે માટે મંદિરમાં માતાની સમક્ષ પ્રાર્થના કરી હતી. નાના બાળકોથી લઈને મોટા લોકોએ પણ માતાજી સમક્ષ ઓસ્ટ્રેલિયા સામે ભારત જીતે તેવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરની હવનશાળામાં પણ બ્રાહ્મણો દ્વારા હવન પૂજા અર્ચના કરાઈ હતી.

વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઇન્ડિયામાં રમાઈ રહી છે. ત્યારે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં આજે રવિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા મેચની ફાઇનલ મેચ રમનાર છે, ત્યારે ભારત સમગ્ર વર્લ્ડ કપમાં તમામ મેચો જીત્યું છે, ત્યારે આજે પણ ફાઇનલ મેચમાં જંગી મતે ભારતનો વિજય થાય તે માટે તેમના સમર્થકો અને ભક્તો દેવસ્થાનો પર જઈને માતાજીને આરાધના કરી રહ્યા છે,પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે જગવિખ્યાત અંબાજી મંદિરમાં પણ અલગ અલગ જગ્યાથી આવેલા ભક્તોએ સંઘો લઈને માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા, માતાજીના ચાચર ચોકમાં ગરબે રમ્યા હતા અને માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી ઓસ્ટ્રેલિયા સામે ભારતના જંગી મતે વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી.

Advertisement

અંબાજી મંદિર વર્લ્ડ કપ ના રંગે રંગાયું

અંબાજી મંદિરમાં વહેલી સવારથી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિરમાં આવેલા ભક્તો માતાજીના જય જય કાર લગાવતા હતા પણ સાથે સાથે વર્લ્ડ કપમાં ભારત જીતે તેવા પણ નારા લગાવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરના હવન શાળામાં પણ બ્રાહ્મણો દ્વારા વર્લ્ડ કપમાં ભારતનો વિજય થાય તે પ્રાર્થના કરી હતી.

Advertisement

આ પણ વાંચો - World Cup 2023 ની ફાઈનલ મેચમાં જો 2019 જેવું થયું તો ? જાણો શું છે નિયમ

આ પણ વાંચો – WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.