જામનગરમાં CHANDIPURA વાયરસનો કહેર યથાવત, વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે
- જામનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ
- જિલ્લામાં દસ દિવસમાં નોંધાયા સાત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓ
- એક બાળક પોજીટીવ બાળકનું થયું છે મોત,બે કેસના રીપોર્ટ નેગેટીવ
- વધુ બે શંકાસ્પદ બાળ દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ
CHANDIPURA VIRUS UPDATE : કોરોના બાદ હવે આપણી સામે નવો ખતરો આવીને ઊભો છે.દેશમાં ખાસ કરીને ગુજરાતમાં હાલ CHANDIPURA વાયરસનો ભય વર્તાઈ રહ્યો છે.ગુજરાતમાં CHANDIPURA વાયરસ દિવસેને દિવસે બાળકોનો ભોગ લઈ રહ્યો છે.હવે ચાંદીપુરા વાયરસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જામનગરમાંથી હવે ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.આ વધતા જતા ચાંદીપુરાના કેસોને લઈને હાલ આરોગ્ય વિભાગ અને સામાન્ય માણસો ખૂબ જ ચિંતામાં મુકાયા છે.ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
જામનગરમાં CHANDIPURA વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ધીરે ધીરે આ વાયરસ તેનો પગપેસારો કરી રહ્યો છે. જામનગર જિલ્લામાં હવે આ CHANDIPURA વાયરસને લઈને સ્થિતિ વધુ વણસી છે.જામનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.વધુમાં ચિંતાજનક બાબત એ પણ છે કે, જિલ્લામાં માત્ર દસ દિવસમાં સાત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં વાયરસના વધતાં જતાં પ્રભાવના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરાના વાયરસમાં પોજીટીવ આવનારા એક બાળકનું મોત થયું છે તો અન્ય બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.વધુ બે શંકાસ્પદ બાળ દર્દીને હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.જામનગર સિકકાની 6 વર્ષની બાળકી અને પડાણાની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરા રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.વધુમાં જામનગર ગુલાબનગર 5 વર્ષીય બાળક અને લાલપુરના 11 વર્ષ 8 માસનુ બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે.
શું છે ચાંદીપુરમ વાયરસના લક્ષણો ?
ચાંદીપુરા વાઇરસના લક્ષણની વાત કરવામાં આવે તો તેના કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે.તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે.એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.વધુમાં આ વાયરસ વિશે વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ શિકાર 15 વર્ષથી નીચેના બાળકો બન્યા છે.આપણે જોયું છે તે રીતે આ ઉંમરના બાળકોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરમની સારવાર માટે હજુ સુધી કોઈ એન્ટી વાઈરલ દવા બનાવવામાં આવી નથી.
આ પણ વાંચો : Weather Alert : બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ