Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal સાંઢિયા પૂલ પાસે મહિલાઓ દ્વારા ચક્કાજામ, મુખ્ય માર્ગો પર લાગી વાહનોની લાંબી કતાર

ગોંડલ જેતપુર રોડ પર આવેલ સાંઢિયા પૂલની નીચે આવેલા અજંતા નગર, મોહનનગર અને વૃંદાવન નગર, આવકાર સોસાયટીમાં રહેતી 50 થી વધુ મહિલાઓ દ્વારા ખરાબ રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગંદકીને લઈને શહેરના મુખ્ય રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ...
gondal સાંઢિયા પૂલ પાસે મહિલાઓ દ્વારા ચક્કાજામ  મુખ્ય માર્ગો પર લાગી વાહનોની લાંબી કતાર

ગોંડલ જેતપુર રોડ પર આવેલ સાંઢિયા પૂલની નીચે આવેલા અજંતા નગર, મોહનનગર અને વૃંદાવન નગર, આવકાર સોસાયટીમાં રહેતી 50 થી વધુ મહિલાઓ દ્વારા ખરાબ રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગંદકીને લઈને શહેરના મુખ્ય રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં નથી કાંઈ ભૂગર્ભની વ્યવસ્થા કે નથી કોઈ ગટરની વ્યવસ્થા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી.

Advertisement

આ બાબતને ઘ્યાનમાં લઈને સ્થાનિક મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓનું એવું કહેવું છે કે અમે સતત પાંચ વર્ષથી અહીંયા સોસાયટીમાં રહીએ છીએ હેરાન થઈએ છીએ છોકરાઓને સ્કૂલમાં પણ ચોમાસા દરમિયાન રજાઓ પડે છે. સ્કૂલ બસ કે કોઈ વાહનો સોસાયટીમાં રોડ રસ્તા ખરાબને લઈને અંદર આવતા નથી જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે શાકભાજી કે દૂધવાળા તે પણ કોઈ સોસાયટીમાં અંદર આવતા નથી. વહેલીમાં વહેલી તકે અમને ખરાબ રોડ રસ્તામાંથી મુક્ત કરે એવી અમારી માંગણી છે.

Advertisement

નગરપાલિકા તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું

નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, વોટર વર્ક્સના ચેરમેન આસિફ ભાઈ ઝકરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ચંદુભાઈ ડાભી સહિતના સભ્યો સ્થળ પર પોહચ્યા હતા. તે બાદ કારોબારી ચેરમેનને જણાવ્યું હતું કે, અજંતાનગરનો જે રોડ છે એ રોડમાં ભૂગર્ભના લેવલનો પ્રોબ્લેમ છે. ભૂગર્ભ ગટરનું જે પંપિંગ સેન્ટર ઊભું કરવામાં આવશે ત્યારે બાદ બન્ને રોડ કઈ રીતે બનાવવા તેને લઈને આવતી કાલ મિટિંગ થયા બાદ આગળ વધશુ.

Advertisement

શહેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ચક્કાજામ દૂર કરાયો

ગોંડલ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી વાહનો ની બન્ને બાજુ લાંબી કતાર જોવા મળી શહેર પોલીસ સ્થળ પર પોહચી ને ચક્કાજામ દૂર કરાયો હતો અને વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : ‘જાનાથા અમેરિકા પહોંચ ગયે ડોમિનિકાની જેલ…!’, અમેરિકા મોકલવાનું કહીને 9 ગુજરાતીઓને એજન્ટે કરી દીધાં ગાયબ!

Tags :
Advertisement

.