Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ, માં નો આશીર્વાદ લેવા ઉમટ્યા માઈભક્તો

CHAITRA NAVRATRI : ચૈત્રી નવરાત્રિના ( CHAITRA NAVRATRI ) નોરતાનો આજે છેલ્લો દિવસ અને નવમું નોરતું છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં ( CHAITRA NAVRATRI ) નવ દિવસના અનુષ્ઠાનની આજે પૂર્ણાહુતિ થાય છે. ગુજરાતભરમાં અનેક મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી...
chaitra navratri   ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ  માં નો આશીર્વાદ લેવા ઉમટ્યા માઈભક્તો

CHAITRA NAVRATRI : ચૈત્રી નવરાત્રિના ( CHAITRA NAVRATRI ) નોરતાનો આજે છેલ્લો દિવસ અને નવમું નોરતું છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં ( CHAITRA NAVRATRI ) નવ દિવસના અનુષ્ઠાનની આજે પૂર્ણાહુતિ થાય છે. ગુજરાતભરમાં અનેક મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.અંબાજીમાં માં અંબાના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને મંગળા આરતીનો લાભ લીધો હતો. આજરોજ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે..તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં છેલ્લા દિવસે ભક્તો મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહત્વનું છે કે, ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન દર્શન અને ભક્તિ કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે.

Advertisement

હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રીનું ઘણું મહત્વ

હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રીનું ઘણું મહત્વ છે માટે આ ચૈત્રી નવરાત્રી ( CHAITRA NAVRATRI ) દરમિયાન અલગ-અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. માટે અંબાજી મંદિરમાં આજે નવમાં નોરતે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.  અંબાજી મંદિરમાં આજે મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા.

Advertisement

સુરતના નાની અંબાજીમાં 600 વર્ષ પૌરાણિક મંદિરમાં માં અંબાજી બિરાજમાન

સુરતના નાની અંબાજી ખાતે આવેલા 600 વર્ષ પૌરાણિક મંદિરમાં માં અંબાજી બિરાજમાન છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતાએ માના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનો ઘસારો મંદિરોમાં જોવા મળ્યો હતો. નવરાત્રિના નવમા દિવસે મા દુર્ગાના નવમાં સ્વરૂપ સિદ્ધિદાત્રીના દર્શન કરવાનો મહિમા છે. સિદ્ધિદાત્રી માના દર્શન કરવાથી માત્ર ધન્યતા નહીં પરંતુ આઠ જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.સુરતના નાની અંબાજી ખાતે આવેલા 600 વર્ષ પૌરાણિક મંદિરમાં મા અંબાજી બિરાજમાન છે. આ મંદિર પાછળ અનેક ઇતિહાસ પણ જોડાયેલો છે. અહીંના લોકોનું કહેવું છે કે આ મંદિરમાં શિવાજી મહારાજ જાતે માના દર્શન કરી પોતાની તલવાર માં ના ચરણોમાં અર્પણ કરી હતી.જે તલવાર આજે પણ અહીંના મંદિરના સંચાલકો દ્વારા સાચવી રાખવામાં આવી છે. આજે જ્યારે ચૈત્રી નવરાત્રીનો નવમું નોરતું છે, ત્યારે અંતિમ દિવસે મંદિરમાં પૂજા અર્ચના અને હવન -યજ્ઞ સહિતના કાર્યક્રમોની ઝાંખી જોવા મળી રહી છે. ભક્તોએ પણ માં નવ દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે.

Advertisement

આ પણ વાંચો : પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, 102 બેઠકો પર કુલ 1625 ઉમેદવારો મેદાનમાં

Tags :
Advertisement

.