Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ
- ચૈત્રી નવરાત્રીની આવતીકાલથી શુભ શરૂઆત (Chaitra Navratri 2025)
- યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રી, પૂનમનું વિશેષ મહત્ત્વ
- આજે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ
- સાતેય વારની મતાજીની સવારી સહિત ગર્ભગૃહની પ્રક્ષાલન વિધિ કરાઇ
આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો (Chaitra Navratri 2025) શુભારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ઘણું મહત્ત્વ રહેલું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તો માં દુર્ગાની પૂજા-અર્ચના અને વ્રત રાખી ઉપાસના કરે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમથી શરૂ થતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં સુપ્રસિદ્ધ તીર્થધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે (Shaktipeeth Bahucharaji Temple) પણ ચૈત્રી નવરાત્રી પૂર્વે આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ. આવતીકાલે વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ યોજાશે.
આ પણ વાંચો- Chaitri Navratri : દુર્ગાનાં નવ સ્વરૂપોનું વિજ્ઞાન અને રહસ્ય
આજે બહુચરાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri 2025) નિમિત્તે રાજ્યનાં વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અચર્ના કરવામાં આવશે. આવતીકાલથી નવ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિની ઉજવણીનાં ભાગરૂપે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારે, મહેસાણા જિલ્લામાં (Mehsana) આવેલા શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્ર નવરાત્રિનાં એક દિવસ પહેલા પ્રક્ષાલન વિધિ યોજાઈ, જેમાં માતાજીનો ગર્ભગૃહ અને માતાજીની સાતેય વારની અલગ-અલગ સવારીની પણ પ્રક્ષાલન વિધિ યોજાઈ. આવતીકાલે વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપન વિધિ યોજાશે.
આ પણ વાંચો- Chaitra Amavasya : પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ
ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે
ચૈત્રી નવરાત્રીનાં શુભારંભની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે માં બહુચરને રિઝવવા મોટી સંખ્યામાં માઇભક્તોની ઉપસ્થિતિમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મધ, ગંગાજળ, દૂધ સહિતનાં દ્રવ્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે બાલા યંત્રની પૂજા અને માતાજીનાં ગર્ભગૃહ સહિત 7 વારની માતાજીની સવારીનાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી. ચૈત્રી નવરાત્રી દરમિયાન શતચંડી યજ્ઞ, પલ્લીખંડ સહિતનાં ધાર્મિક વિધિ વિધાન થશે. દર વખતની જેમ આ વખતે પણ ભક્તો માતાજીનાં દર્શનનો લાભ લેશે. જણાવી દઈએ કે, દર વર્ષે ચૈત્રી પૂનમનાં 3 દિવસમાં 15 લાખથી વધુ માઇભક્તોમાં મા બહુચરનાં દર્શનનો (Shaktipeeth Bahucharaji Temple) લાભ લેતા હોય છે ત્યારે આ વખતે પણ ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવમાં ભારતનાં ખુણેખૂણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી મા બહુચરનાં દર્શનનો લાભ લેશે એવી પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચો- આવતીકાલે વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ...નકારાત્મક પ્રભાવથી બચવા શું કરવું અને શું ન કરવું ?