Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

International Yoga Day : 75 આઈકોનિક પ્લેસમાં યોગ અંતર્ગત પાવાગઢમાં યોગ દિવસની ઉજવણી

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ સાંસદ સહિત ધારાસભ્યો, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓએ ઊપસ્થિત રહીને વિવિધ આસનો અને ધ્યાન કરીને યોગ દિવસની ઉજવણી...
international yoga day   75 આઈકોનિક પ્લેસમાં યોગ અંતર્ગત પાવાગઢમાં યોગ દિવસની ઉજવણી
Advertisement

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ સાંસદ સહિત ધારાસભ્યો, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓએ ઊપસ્થિત રહીને વિવિધ આસનો અને ધ્યાન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

Advertisement

પાવાગઢમાં યોગ દિવસની ઉજવણી

Advertisement

સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર યોગ અને ધ્યાન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ અને ધ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકો જોડાયા

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ, LRD તાલીમાર્થીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તજજ્ઞો દ્વારા ઉપસ્થિત વ્યક્તિઓને અલગ અલગ આસનો કરાવી તેના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ યોગ કાર્યક્રમ અંતર્ગત પ્રાણાયામ અને ધ્યાન પણ કરાવવામાં આવ્યા હતા, રાજ્ય યોગ બોર્ડના તજજ્ઞો દ્વારા લોકો ન માત્ર એક જ દિવસ પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન લોકો નિયમિત યોગ અને પ્રાણાયામ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

રક્તદાન પણ થયું

આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,ગોધરા રેન્જ આઇજી ચિરાગ કોરડિયા, જિલ્લા કલેકટર આશિષ કુમાર, જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત મોટી સંખ્યામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ ઊપસ્થિત રહીને યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, આ પ્રસંગે ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું.

75 આઇકોનિક પ્લેસમાં પાવાગઢની પસંદગી

સમગ્ર દેશમાં ચાલુ વર્ષે G20 સમિટ બેઠકની ઉજવણી કરવામાં આવી હતી, ગત વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના 75 આઇકોનિક પ્લેસને યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યા છે, જે 75 સ્થળોમાં પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ પાવાગઢનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ૨૧ જુનને લઇને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો અને યાત્રાળુઓએ યોગ કાર્યક્રમ અંતર્ગત યોગ અને પ્રાણાયામ કર્યા હતા.

અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ

આ પણ વાંચો : યોગ આજે વૈશ્વિક આંદોલન બન્યુંઃ PM મોદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×