Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: બાપુનગર વિસ્તારની રંજન સ્કુલ મામલે વાલીઓની જીત, શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

રંજન સ્કૂલ બંધ કરવા મામલે વાલીઓના વિરોધ બાદ જીત વિરોધ અને રજૂઆત બાદ શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસન ઝૂક્યું ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા સુધી આ શાળા ચાલુ રહેશે Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારની ગ્રાન્ટેડ શાળા રંજન સ્કૂલ બંધ કરવા...
ahmedabad  બાપુનગર વિસ્તારની રંજન સ્કુલ મામલે વાલીઓની જીત  શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો
  1. રંજન સ્કૂલ બંધ કરવા મામલે વાલીઓના વિરોધ બાદ જીત
  2. વિરોધ અને રજૂઆત બાદ શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસન ઝૂક્યું
  3. ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા સુધી આ શાળા ચાલુ રહેશે

Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારની ગ્રાન્ટેડ શાળા રંજન સ્કૂલ બંધ કરવા મામલે વાલીઓના વિરોધ બાદ જીત થઈ છે. વાલીઓના વિરોધ અને રજૂઆત બાદ શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસનને ઝૂક્યું પડ્યું છે. જેથી હવે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા સુધી આ શાળા ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ આ જ શાળામાં અભ્યાસ કરી શકશે. અગાઉ આ શાળામાં નિયમ પ્રમાણે પૂરતી સંખ્યા ન હોવાના કારણે શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisement

આ પણ વાંચો: Vadodara તાલુકા પોલીસની દાદાગીરી! કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યા હોવાનો આરોપ

Advertisement

ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા સુધી આ શાળા ચાલુ રહેશે

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શાળામાં નિયમ પ્રમાણે પૂરતા વિદ્યાર્થીઓ નથી રહ્યા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરીને શાળા બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ તાત્કાલિક શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાલીઓએ શાળામાં વિરોધ નોંધાવીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી હતી. જેના આધારે વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા શિક્ષણ વિભાગે ચાલુ વર્ષ પૂર્તિ આ શાળા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: Botad: તરશીગડા ડુંગર એટલે ગઢડામાં આવેલું એક અદભૂત પ્રવાસન સ્થળ, જુઓ આ તસવીરો

Advertisement

શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી શાળાને ચાલુ રહેશે

જોકે આ દરમિયાન શાળાને કોઈપણ પ્રકારની ગ્રાન્ટ નહીં મળે. નિયમ પ્રમાણે શહેરી વિસ્તારમાં ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે એક વર્ગમાં 36 જેટલા વિદ્યાર્થીઓનું સંખ્યા બળ હોવું જરૂરી છે. જોકે શાળામાં ધોરણ નવ થી 12 માં કુલ 121 જેટલા વિદ્યાર્થીઓ જ છે. જેથી ધોરણ 10 સિવાય એક પણ ક્લાસમાં કોઇ 36 વિદ્યાર્થીઓની મોટી સંખ્યા નથી થતી. જેના કારણે શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને નજીકની અન્ય શાળામાં ખસેડવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ અમે વાલીઓના વિરોધ બાદ જિલ્લા શિક્ષણ સાથે ગ્રાન્ટ કપાતની શરતે ચાલુ વર્ષ પૂરતી એટલે કે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી શાળાને ચાલુ રાખવા માટે મૌખિક સૂચના આપી છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: Halvad: પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત, 12થી વધુ મુસાફરો ઘાયલ

Tags :
Advertisement

.