Surat Shrimp farming: સુરતમાં ઝીંગા પકવતા ખેડૂતો પર આવી આફત, તૈયાર પાક ગયો બાતલ
Surat Shrimp farming: સુરતમાં ઘણા એવા ખેડૂતો છે જે ઝીંગાની ખેતી કરી રહ્યા છે. નોંધનીય છે કે, ઝીંગા પકવીને સારી એવી આવક પણ મેળવતા હોય છે પરંતુ અત્યારે આ ખેડૂતો માટે નુકસાનનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ઝીંગાના પકવતા ખેડૂતોને આ વખતે મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવતા ઝીંગાના મોત થઈ રહ્યા છે. જો કે, ઝીંગાના આ રીતે મોત થઈ જાય તો ભારે નુકસાન થશે તેમાં કોઈ શંકા નથી. કારણ કે, ઝીંગા પકવતા તળાવમાં બીજું કઈ શઈ ના શકે, જેથી નુકસાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે.
ઝીંગાનો પાક તૈયાર થયા બાદ વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવ્યો
ખેડૂતોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ઝીંગાનો પાક તૈયાર થયા બાદ વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવ્યો છે. તેનો મતલબ ઝીંગાનો તૈયાર પાક નાશ પામ્યો છે. નોંધનીય છે કે, સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ઝીંગાની ખેતી કરવામાં આવે છે. અહીં 1000થી વધુ તળાવોમાં ઝીંગાની ખેતી કરાઇ છે. પરંતુ અત્યારે વ્હાઈટ સ્પોટ નામના રોગથી ઝીંગાના મોત થતાં ખેડૂતોને નુકસાન થવાનું છે.
ઝીંગામાં રોગ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ
નોંધનીય છે કે, ઝીંગામાં રોગ આવતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ છે. મહત્વની વાત તો એ છે કે, પાક તૈયાર થઈ ગયા બાદ આ રોગ આવ્યો છે. જેથી તેમાં કોઈ ઉપાય પણ થઈ શકે તેમ નથી. અહીં ખેડૂતોનું આવકનું એક માત્ર સાધન ઝીંગાની ખેતી છે, તેમાં પણ અત્યારે તૈયાર પાક મરી જવા પામ્યો છે. જેથી ખેડૂતોને અત્યારે રોવા વારો છે. નોંધનીય છે કે, આવા ઝીંગાની કોઈ ખરીદી પણ કરવાનું નથી. કારણ કે, તેમાં પહેલાથી રોગ છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. પરંતુ ખેડૂતો માટે અત્યારે સ્થિતિ કપરી છે.