Rajkot: ભાજપના મંત્રી કુંવરજી બાવળીયા સામે ગંભીર આક્ષેપ, લેન્ડગ્રેબિંગ અંતર્ગત કરી કાર્યવાહીની માંગ
- ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર
- કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયા સામે સનસનીખેજ આરોપ
- કુંવરજી બાવળીયાએ ગોચરની જમીનમાં દબાણ કર્યારોના આક્ષેપ
- વિંછીયાના રાજગ્રુપના મુકેશ રાજપરાએ ગૃહમંત્રીને કરી રજૂઆત
જસદણ/ વિંછીયાનાં ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યનાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સંકુલ તથા સ્ટોન ક્રશરનાં નાં 200 વીઘા જેટલી ગૌચરની જમીન પર દબાણ કરેલ છે તે દબાણ દૂર કરવા માટે તેમજ તેઓની સામે લેન્ડગ્રેબીંગ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ વિંછીયાનાં મુકેશ રાજપરા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મુકેશ રાજપરાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, જસદણ/વિંછીયા ના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્રારા વિંછીયાના અમરાપુર અને કોટડા અને વિંછીયાની સીમમાં સ્કુલ તથા સ્ટોનકશર (ભરડીયો)ના નામે ૨૦૦ વિઘા જેટલી જમીન પચાવી પાડેલ છે અને તે સરકારી જમીનનો સર્વે નંબર પણ અદલા બદલી કરી અમરાપુરના સતરંગની જગ્યાનો સર્વે નંબર બતાવવામાં આવેલ છે અને તે તમામ વહીવટી પ્રક્રીયા પ્રાંતઅધીકારી ગલચર સાહેબના સમયમાં થયેલ છે.
ભાજપ સરકારનાં રાજમાં જમીન પચાવી પાડી
આ સરકારી ગૌચરની જમીનનો વિવાદ અનેક વાર થયો અને જેતે વખતે અમરાપુર ગામના સરપંચશ્રીના ખોટા સહી સિક્કા કરી કુંવરજીભાઈ બાવળીયાએ ઠરાવ કરેલો અને તે વિવાદમાં કુંવરજીભાઈ બાવળીયા પોલીસ કેસ અને જેલ હવાલે પણ ગયેલા છે. પરંતુ પક્ષપલ્ટો કરી કોંગ્રેસમાથી ભાજપમાં જઈ રાજકીય ઓથ લઈ ત્યાં પુર્વ સરપંચ સાથે સમાધાન કરી આ જમીન પચાવી પાડેલ છે. આ બાબતમાં રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશકિત ટ્રસ્ટ દ્રારા અનેક વાર કલેકટર તથા રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ ભાજપ સરકારના રાજમાં અનેક નેતાઓ એ જમીન પચાવી પાડેલ છે. પરંતુ તે નેતાઓ ને કોઈપણ પ્રકારની સજા કરવામાં આવતી નથી અને જયારે સામાન્ય આમપ્રજા ૫૦ વાર જેટલી સરકારી જમીનનો રહેવા માટે ઉપયોગ કરે તો તે ગરીબને સજા કરવામાં આવે અને ભાજપના નેતાઓને કોઈ સજા કરવામાં ન આવે તો અમારી એકજ માંગણી છે કે ન્યાય તમામને સરખો લાગુ પડે અને આ સરકારી ગૌચરની જમીન કુંવરજીભાઈએ પેશકદમી કરેલ છે. તે સંપુર્ણ તાપાસ કરી તે દબાણ દુર કરવામાં આવે એવી અમારી માંગણી છે.
આ પણ વાંચોઃ GUJCET Exam 2025: આજે લેવાયેલ ગુજકેટની પરીક્ષા પૂર્ણ, ગણિતનાં પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવો પડશેઃ મુકેશભાઈ રાજપરા ( ટ્રસ્ટી, રાજગ્રુપ)
અમરાપુરની સીમમાં સંકુલ માટે મળેલ જમીન માત્ર ૪ એકર (૧૦ વિઘા) છે અને ભરડીયો(સ્ટોનક્રશર માટે માત્ર ૧૦ ગુઠા જેટલી જમીન મંજુર થયેલ છે. પરતું રાજકીય વગ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયાએ કોટડા વિંછીયા અને અમરાપુર વિસ્તારની ૨૦૦ વિઘા જેટલી જમીન પચાવી પાડેલ છે તો આપ સાહેબને જણાવવાનું કે યુધ્ધના ધોરણે આ તમામ સરકારી જમીનનો સર્વે કરી અને કરેલ દબાણ દુર કરવામાં આવે અન્યથા આ જમીન પચાવી પાડનાર કુંવરજીભાઈ બાવળીયા ઉપર કાયદેસરની લેન્ડગ્રેબીંગ કરવામાં આવે એવી રાજગૃપના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાની માંગણી છે આ બાબતે અનેકવાર રજુઆત કરવામાં આવી પરંતુ આ રાજકીય વગના લીધે કાયદેસરની કાર્યવાહી થતી નથી જો કાયદેસરની કાર્યવાહી નહી થાય અને વ્યકિતગત ઉપયોગ માટે ૨૦૦ વિઘા જમીન પચાવી પાડનાર કુંવરજીભાઈ બાવળીયા ને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવા માં નહી આવે તો ન છુટકે અમારે ગાંધીચીધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તો આપ સાહેબ ને યોગ્ય કરવા વિનંતી.
મુકેશ રાજપરાએ શું આક્ષેપો કર્યા
આ બાબતે મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે, જસદણ અને વીંછીયાનાં ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી દ્વારા પોતાનાં અંગત સ્વાર્થ ખાતર 200 વીઘા જેટલી ગૌચરની જમીન વાળી લીધી છે. અને આ જમીન માત્રને માત્ર પોતાનાં અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે. અને આ જમીનને લઈ અનેકવાર એમાં વિવાદ પણ થયા અને એને જેલ પણ થઈ પણ જે તે વખતે અમરાપુરનાં સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા કરી આ જમીન પચાવી પાડવામાં આવી છે. અને ખરેખર જે જમીન ગૌચર છે. એનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે. આ પ્રકારે રાજ્યનાં કેબિનેટ મંત્રી પોતે 200 વીઘા જેટલી જમીનવાળી શકતા હોય અને સરકારને જો કંઈ ખબર ન હોય, અધિકારીને કંઈ ખબર ન હોય. અને લુખ્ખાઓની યાદી તૈયાર કરવાનું કહેતા હોય તે વધારે લુખ્ખાઓ તો આ સરકારમાં બેઠા છે.