BZ Groupના રૂ. 6,૦૦૦ કરોડના કૌભાંડમાં શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના ચોંકાવનારા ખુલાસા કર્યા
- BZ Groupના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સી.ઈ.ઓ. ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર
- પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરાઇ
- ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઇડીની ટીમ ચોંકી ઉઠી: સૂત્ર
ગુજરાતમાં BZ Groupના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સી.ઈ.ઓ. ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ત્યારે સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરાઇ છે. તેમાં શિક્ષક અને ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયની ગાંધીનગર લઈ જઈ આકરી પૂછપરછ કરવામાં આવી છે. તેમજ મોડી રાત્રી સુધી સીઆઈડીના અધિકારીઓએ આકરી પૂછપરછ હાથ ધરી હતી.
શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા
શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા કર્યા છે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી છે. તેમજ સૂત્રોએ જણાવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા અને મહિલા પીઆઈના સંબંધોને લઈને પણ તમામ વિગતોના ખુલાસા થઇ શકે છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેમના પરિવાર સહિતની વિગતો પણ સીઆઈડી સમક્ષ જણાવી છે. જેમાં અધિકારીઓના રોકાણ તેમના એગ્રિમેન્ટ સહિતની વિગતોના ચોંકાવનારા ખુલાસા થયા છે. BZ Group Scamના ભૂપેન્દ્ર ઝાલા વિશેના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંનેએ ખુલાસા કરતા વિગતો આપી છે. શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાનો મદદનીશ હોવાને લઈ ભૂપેન્દ્ર ઝાલા ક્યાં સંતાયો હોવાની કડીઓ મેળવવા સીઆઈડીની તપાસ શરૂ થઇ છે. તેમજ અન્ય એજન્ટો સુધી પહોંચવા પણ આકરી પૂછપરછ કરાઈ રહી છે. પૂછપરછ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મેળવાઈ હોવાની સૂત્રો જણાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Morbi: હળવદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 5 બોગસ તબીબો ઝડપાયા
BZ Group Scamમાં ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઇડીની ટીમ ચોંકી ઉઠી
BZ Group Scamમાં ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવતા સીઆઇડીની ટીમ ચોંકી ઉઠી છે. જેમાં તપાસનો રેલો હવે સ્થાનિક અને ગાંધીનગર, અમદાવાદના અધિકારીઓ સુધી પહોંચશે તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ત્યારે BZ Group Scam મામલે પ્રાથમિક શિક્ષકની અટકાયતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષણાધિકારી કેયૂર ઉપાધ્યાયે શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જેમાં તાલુકા શિક્ષણના અધિકારીઓને તપાસના આદેશ આપતા બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સંડોવણીને લઈ શિક્ષકની તપાસ શરુ કરાઈ છે. તેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા શિક્ષકની અટકાયત કરી પૂછપરછ કરવાને લઈ તપાસ થઇ છે અને સીઆરસી, બીઆરસી આગેવાનીમાં પ્રાંતિજની પ્રાથમિક શાળામાં તપાસની કાર્યવાહી થઇ છે.
જાણો BZ ગ્રુપનું શું હતુ કૌભાંડ
ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં બી.ઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપો થયા હતા. જોકે, આ મામલે એક અરજી મારફતે સીઆઈડીએ તપાસ આરંભી હતી અને ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના
BZ ગ્રુપ પર દરોડા પાડ્યા બાદ CID ક્રાઈમ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. 1 મહિનાથી અલગ-અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ચોંકાવનારો ખુલાસો કરતા સીઆઈડી ક્રાઈમે કહ્યું કે BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. ગ્રાહકોને મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે કહેવું મુશ્કેલ છે. 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ ગ્રુપ દ્વારા શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. દરોડો દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે CID ક્રાઇમ રાજકુમાર પાંડિયનએ કહ્યું કે દરોડા દરમિયાન 16.37 લાખ રોકડા મળી આવ્યા છે. એગ્રીમેન્ટ અને 34 દસ્તાવેજો પણ મળ્યા છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 અન્ય લોકોની પણ અટકાયતો કરવામાં આવી છે. એજન્ટોને 5થી 25 ટકા કમીશન આપવામાં આવતું હતું. તેમણે કહ્યું કે 6 હજાર કરોડ કરતા વધુ કે ઓછાનું કૌભાંડ હોઈ શકે છે.