BZ Group Scam : 1300 લોકો જોડે રૂ. 70 કરોડનું રોકાણ કરાવનારા સરકારી શિક્ષક સામે કડક કાર્યવાહી
- BZ Group Scam મામલે મોટા સમાચાર
- એજન્ટ શિક્ષક વિનોદ પટેલને (VD Patel) ફરજ મોકૂફ કરાયો
- પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકૂફનો હુકમ કર્યો
- CID ક્રાઈમની ટીમે શિક્ષક એજન્ટની ધરપકડ કરી હતી
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપ (BZ Group Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. કૌભાંડમાં સંડોવાયેલ આરોપી શિક્ષક અને એજન્ટ વિનોદ પટેલને (V.D. Patel) ફરજ મોકૂફ કરાયો છે. CID ક્રાઇમે અરવલ્લીમાંથી (Aravalli) વિનોદ પટેલની ધરપકડ કરી હતી. CID ક્રાઈમની પૂછપરછમાં આરોપી શિક્ષકે 1300 લોકો જોડે રૂ.70 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનું કબૂલ્યું હતું.
આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુની મુશ્કેલીઓ વધી! જૂના અખાડા પરિષદે પ્રયાગરાજથી લીધો મોટો નિર્ણય
આરોપી મેઘરજની ભેમાપુર પ્રા.શાળા-નં 2 માં શિક્ષક હતો
અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપ દ્વારા લોકો પાસે પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી હજારો કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ (BZ Group Scam) આચરવામાં આવ્યું હતું. આ મામલે તપાસમાં થોડા દિવસ પહેલા CID ક્રાઈમની ટીમે અરવલ્લીનાં મેઘરજ તાલુકામાં આવેલી ભેમાપુર પ્રા.શાળા-નં 2 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ પટેલની (V.D. Patel) ધરપકડ કરી હતી. વિનોદ પટેલ શિક્ષક હોવાની સાથે બીઝેડ ગ્રૂપનો એજન્ટ પણ હતો. પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેણે 1300 લોકો જોડે રૂ.70 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આરોપી વિનોદ પટેલને રૂપિયા 1 કરોડનું કમિશન પણ મળ્યું હતું.
આ પણ વાંચો - Gandhinagar : ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય!
પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરજ મોકૂફનો હુકમ કર્યો
રાજ્યનાં મસમોટા કૌભાંડમાં શિક્ષકનું નામ ખુલતા શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, શિક્ષક અને એજન્ટ વી.ડી પટેલને ફરજ મોકૂફ કરાયો છે. પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમાર દવેએ ફરજ મોકુફનો હુકમ કર્યો છે. જણાવી દઈએ કે, CID ક્રાઇમે આરોપી શિક્ષકની શાળામાંથી જ ધરપકડ કરી હતી. શાળામાં રિશેષ પડી અને CID ક્રાઈમે વિનોદ પટેલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ CID ક્રાઈમે વિનોદ પટેલને કોર્ટમાં રજૂ કરીને 27 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર મેળવ્યા હતા. વિનોદ પટેલની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે.'
આ પણ વાંચો - Surat : ગોવિંદ ધોળકિયાનાં નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસો. ની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?