ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ

બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજાયેલ આ બેઠકમાં 'WE Support BZ' ના બેનરો જોવા મળ્યા હતા.
04:09 PM Apr 13, 2025 IST | Vipul Sen
બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજાયેલ આ બેઠકમાં 'WE Support BZ' ના બેનરો જોવા મળ્યા હતા.
featuredImage featuredImage
BZ_Gujarat_first main
  1. હિંમતનગર ખાતે BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક મળી (BZ Group Scam)
  2. BZ ગ્રૂપમાં રોકાણ કરનારા કેટલાક રોકાણકારો પણ સમર્થનમાં આવ્યા
  3. BZ ગ્રૂપનાં ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં જ મળી બેઠક
  4. 'WE Support BZ' નામના બેનર સાથે મળી બેઠક

રાજ્યભરમાં પોંઝી સ્કીમો થકી નાગરિકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ (BZ Group Scam) આચરનારા BZ ગ્રૂપને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. હિંમતનગર ખાતે BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Zhala) સમર્થનમાં બેઠક મળી છે. આ બેઠકમાં BZ ગ્રૂપમાં રોકાણ કરનારા રોકાણકારો પણ સમર્થનમાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજાયેલ આ બેઠકમાં 'WE Support BZ' ના બેનરો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી ઝાટકણી, X પર પોસ્ટવોર 

બેઠકમાં અંદાજિત 100 જેટલા રોકાણકારો પણ હાજર રહ્યા

રાજ્યભરમાં વધુ વળતરની લાલચ નાગરિકો પાસે વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી 6 હજાર કરોડથી પણ વધુ રૂપિયાનું કૌભાંડ આચરવાનાં (BZ Group Scam) આરોપ હેઠળ BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Zhala) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાર હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હિંમતનગર (Himmatnagar) ખાતે આવેલા બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બીઝેડ ગ્રૂપમાં રોકાણ કરનારા અંદાજિત 100 જેટલા રોકાણકારો પણ હાજર રહ્યા હોવાની માહિતી છે.

આ પણ વાંચો - PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ, શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ

'WE Support BZ' નામનાં બેનરો સાથે મળી બેઠક

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ બેઠકમાં 'WE Support BZ' નાં બેનરો જોવા મળ્યા હતા. સાથે જ 'અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી' એવા પ્લેકાર્ડ પણ સમર્થકો પાસે જોવા મળ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાની માગ કરતા પ્લેકાર્ડ સાથે સમર્થકો બેઠકમાં જોડાયા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રૂપએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો નથી તેવા પણ પ્લેકાર્ડ લઈને લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપ્યું હતું. બેઠકમાં સામેલ કેટલાક રોકાણકારોનું કહેવું છે કે, કેસ સામે આવ્યા પહેલા 5 તારીખે હપ્તો ખાતામાં આવતો હતો પરંતુ, છેલ્લા 4 મહિનાથી એકાઉન્ટ સીઝ થતા પૈસા ખાતા આવતા નથી. નિદોર્ષ હોવાથી તેમણે જલ્દી છોડવામાં આવે તેવી માગ છે.

આ પણ વાંચો -VADODARA : માંડવી દરવાજાની દુર્દશા મામલે મહારાણીનું દર્દ છલકાયું

Tags :
AmreliBhupendrasinh ZhalaBZ Global Education CampusBZ GROUP ScamCID CrimeGUJARAT FIRST NEWSHimmatnagarSabarkanthaTop Gujarati NewsWE Support BZ