Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ

મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ લખાણ સાથેનાં 50 થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવાયા છે.
bz group scam   ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ
Advertisement
  1. અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં લાગ્યા પોસ્ટર (BZ Group Scam)
  2. મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર 50 થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા
  3. ‘WE SUPPORT BZ’ નાં લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા
  4. અજાણ્યા ઈસમોએ સમર્થનમાં પોસ્ટર લગાવ્યા

રાજ્યનાં બહુચર્ચિત BZ ગ્રૂપ (BZ Group Scam) કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં બંધ છે. ત્યારે અરવલ્લીમાં (Aravalli) ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ લખાણ સાથેનાં 50 થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવાયા છે. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

 આ પણ વાંચો - Dahod: સંજેલીમાં મહિલા સાથે થયો હતો અત્યાચાર! પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ

Advertisement

અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં લાગ્યા પોસ્ટર

રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Zala) કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને કોર્ટે ફગાવી હતી આથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે. દરમિયાન, અરવલ્લીમાં કેટલાક ઇસમો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ નાં લખાણ સાથે મસમોટા હોર્ડિંગ્સ લગાવાયા છે.

Advertisement

 આ પણ વાંચો - Jetpur પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ, જાણો શું છે હકીકત

રોકાણકારોને રૂપિયા પરત કરવાની આપી હતી ખાતરી

અરવલ્લી જિલ્લાનાં મોડાસા-રાજેન્દ્રનગર રોડ (Modasa-Rajendranagar Road) પર 50 થી વધુ જગ્યાઓ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અગાઉ જામીન અરજી પર સુનાવણી દરમિયાન ભૂપેન્દ્ર સિંહ ઝાલાનાં વકીલે કોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન થાય તે માટે જામીન (Regular Bail) આપવા જરૂરી છે. સરકારે એકાઉન્ટ બ્લોક કર્યા માટે રોકાણકારોને પૈસા મળતા બંધ થયાની રજૂઆત કરાઈ હતી. વકીલે ખાતરી આપતા કહ્યું કે, જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામનાં નાણાં સમયસર મળતા થઈ જશે.

 આ પણ વાંચો - Ahmedabad: ઈ-કોમર્સ સાઈટને હેક કરી છેતરપિંડી કરતી ગેંગનો પોલીસ સમક્ષ મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×