BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આદિજાતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા!
- BZ Group Scam માં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો
- કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા!
- આદિજાતી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિનાં નાણા BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યાંનો આરોપ
- અરવલ્લીમાં BZ ગ્રૂપની સ્કીમને લઈને શિક્ષણ વિભાગ એક્શનમાં
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. BZ ગ્રૂપનાં માલિક અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Jhala) શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી છે. આદિવાસી વિદ્યાર્થીની ફીની રકમનાં નાણા BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ થયો છે.
આ પણ વાંચો - Surat : દીકરીઓની છેડતી કરનારા ઇસમને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!
આદિજાતી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ પણ ચાઉં કરી!
અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, BZ ગ્રૂપ અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ દરમિયાન CID ક્રાઈમે ગ્રોમોર હાઈસ્કૂલનાં (Gromor High School) પ્રિન્સિપાલની પૂછપરછ કરી નિવેદન લીધું હતું. દરમિયાન, સરકાર દ્વારા આપવામાં આવતી આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં ગોલમાલ થયાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેલેન્ટ પુલ સ્કિમ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીની રકમનાં નાણાં BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Narmada : ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી દૂર હોસ્પિટલ લઈ જવાઈ!
BZ ગ્રૂપની સ્કીમોમાં શિક્ષકોની સંડોવણીને લઈ શિક્ષણ વિભાગ સક્રિય
વિદ્યાર્થીઓનાં 70 લાખ રુપિયાની ગ્રાન્ટની રકમ BZ ગ્રૂપમાં ટ્રાન્સફર કરી હોવાનાં અહેવાલ છે. સરકાર પ્રતિ વિદ્યાર્થી રૂ. 60 હજાર આપતી હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું. રહેવા, જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે સરકારી યોજના હેઠળ ચૂકવાતી હતી. બીજી તરફ BZ ગ્રૂપની સ્કીમોમાં શિક્ષકોની સંડોવણીને લઈ શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. DPEO એ જણાવ્યું કે, જેમના નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ થશે, જેમણે રોકાણ કરેલું હશે તેમની સામે પગલાં લેવાશે. જે પણ શિક્ષક સામેલ હશે તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી થશે.
આ પણ વાંચો - Gandhinagar : CM Bhupendra Patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ કહી આ વાત!