ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા જનતાના માથે નાખ્યો બોઝો : વિપક્ષ

ભરૂચ નગરપાલિકામાં સત્તા પક્ષ બહુમતીના જોરે પ્રજાના માથે ટેક્સના નામે બોજો નાખી રહ્યા છે પરંતુ ભરૂર નગરપાલિકામાં થયેલા ગોટાળાના પાપે જનતાને લૂંટવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તાજેતરમાં વેળા વધારાની નાબૂદી મુદ્દે વિપક્ષીઓ અને...
03:10 PM May 02, 2023 IST | Hiren Dave

ભરૂચ નગરપાલિકામાં સત્તા પક્ષ બહુમતીના જોરે પ્રજાના માથે ટેક્સના નામે બોજો નાખી રહ્યા છે પરંતુ ભરૂર નગરપાલિકામાં થયેલા ગોટાળાના પાપે જનતાને લૂંટવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તાજેતરમાં વેળા વધારાની નાબૂદી મુદ્દે વિપક્ષીઓ અને અનેક સંગઠનના અને સેવાભાવી લોકો ડોર ટુ ડોર લોકોને જાગૃત કરી વાંધા અરજીઓનો ખડકલો કરવા માટેનું મહા અભિયાન શરૂ કરનાર છે

ભરૂચ નગરપાલિકાની તા.૨૧/૩/૨૦૨૩ની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૨૪૧ માં લાઈટ વેરો, પાણી વેરો, સફાઈવેરો તેમજ ખાસ સફાઈવેરો વધારવા માટે સૂચિત ઠરાવ કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી વેરો વધારાના ઠરાવના વિરોધમાં મતદાન કરી ભાવ વધારો રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પરંતુ શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે સૂચિત ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.જ્યારે વાત પ્રજાના હિતની આવે ત્યારે અવાજ ઉઠાવવો જરુરી છે પરંતુ શાસક પક્ષનાં એક પણ સભ્યએ જનહિતમાં વેરા વધારાનાં ઠરાવ સામે અવાજ ઉઠાવ્યો ન હતો

સૂચિત ઠરાવના આધારે ભરૂચ નગરપાલિકા દ્વારા તા.૨૭/૪/૨૦૨૩ના રોજ જાહેર સૂચિત ઠરાવ અંગેની જાહેરાત આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે વેરાના દરોમાં સૂચિત વધારા સામે નગરના જે કોઈ પણ રહીશને વાંધો હોય તેમણે જાહેરાત પ્રસિધ્ધિ થયાની તારીખથી એક માસની મુદતમાં પોતાનો લેખિત વાંધો નગરપાલિકા કચેરીમાં રૂબરૂ રજૂ કરાવવાનો રહેશે જેના પગલે વિપક્ષ સિવાય પણ ભરૂચ નગરપાલિકામાં વાંધા અરજીનો ખડકલો કરવા માટે મહા અભિયાન છેડવાના ભાગરૂપે એક પત્રકાર પરિષદ સંબોધી હતી

 

પત્રકાર પરિષદમાં વેરા વધારા સામે વાંધો રજુ કરવા સામાન્ય માણસને કોઈ પણ તકલીફ પડે તો નગરપાલિકા કચેરીમાં ૨૧ નંબરની ઓફીસમાં વિપક્ષ રોજ બે કલાક ( સવારે ૧૧ થી ૧) લોકોની મદદમાં ઉપસ્થિત રહી. જરુર પડશે તો વિરોધ પક્ષ લોકોની વચ્ચે જઈને સોસાયટી, મહોલ્લામાં, શોપિંગ સેન્ટર, વિવિધ સંસ્થાઓ, જાગૃત નાગરીકોને મળી આ વેરા વધારા સામેની લડતને વધુ અસરકારક અને મજબુત બનાવશે પણ સત્તા પક્ષને તેમણે કરેલા નિર્ણયને પાછો ખેંચવા માટે મજબૂર કરાશે કારણ કે જનતાના પૈસે નગરપાલિકામાં ગોટાળા થતા હોય તેવા આક્ષેપો થયા છે

ભરૂચ નગરપાલિકા સફાઈ કરવામાં પણ વેઠ ઉતારી રહી છે પણ કલેક્ટર દ્વારા ચાલી રહેલા માય લીવેબલ ભરૂચ ઝુંબેશ અંતર્ગતની સફાઈ કામગીરીથી પાલિકાની સફાઈ કામગીરીની નિષ્ફળતાં ઢંકાઈ રહી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં તો માય લીવેબલ ના માધ્યમથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભરૂચ નગરપાલિકા વેઠ ઉતારી રહ્યા હોવાના આરોપ વિપક્ષોએ કર્યા છે

 

નગરપાલિકામાં નવા ઈન્કમ સોર્સ ઉભા કરવાનાં બદલે દેવામાંથી બહાર આવવા માટે સત્તાધીશોએ વેરા વધારોનો રસ્તો અજમાવ્યો છે. ભરૂચની જનતા પર વેરાનું ભારણ નાંખી સત્તાધીશોએ પાલિકાની તીજોરી ભરવાનું જે તરકટ રચ્યુ હોવાના આક્ષેપ સાથે વિપક્ષ સિવાય પણ જનતાને લૂંટથી બચાવવાના ભાગરૂપે વાંધા અરજીના ખડકલા નગરપાલિકામાં કરવા માટેનું મહા અભિયાન છેડ્યું છે અને ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં પહોંચીને પણ મિલકત ધારકો અને ભરૂચની જનતાને સમજાવવાના પ્રયાસ કરવા સાથે વાંધા અરજીઓ કરવા માટે અપીલ કરવા સાથે હજારોની સંખ્યામાં વાધા અરજીનો કડકલો થાય તે માટે વિપક્ષ હોય પણ મહા અભિયાન છેડવાની પત્રકાર પરિષદમાં માહિતી પૂરી પાડી હતી

નગરપાલિકામાં ગરબડ ગોટાળાનો મુદ્દો બોર્ડમાં આવતા એજન્ડાના ૪ મુદ્દા બાદ સત્તા પક્ષે બહુમતીના જોરે મંજૂરી જાહેર કરી હતી :- વિપક્ષ 
તાજેતરમાં ૩૦ એપ્રિલના રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડા ઉપર ૨૮ મુદ્દા હતા જેમાં ૪ મુદ્દા ઉપર ચર્ચા થયા બાદ વેળા વધારા અને નગરપાલિકાના ગોટાળા મુદ્દે વિપક્ષોએ સવાલ ઉઠાવ્યા હતા જેના પગલે સત્તા પક્ષે સમગ્ર સભામાં બહુમતીના જોરે તમામ એજન્ડાના મુદ્દાને બહાલી આપી મંજૂરી આપી તાત્કાલિક રાષ્ટ્રગીત શરૂ કરી સત્તા પક્ષે સભાખંડ છોડ્યો હતો જેના પગલે નગરપાલિકાના વિપક્ષીઓએ નગરપાલિકાના ગોટાળા જનતા સમક્ષ મુકવા માટે અને વેળા નાબૂદી માટે મહા અભિયાન છેડ્યું હોવાનું જણાવ્યું છે

 

ભરૂચ નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વેળા વધારાની માહિતી

વેરો વધારા નગરપાલિકાનું દેવામુક્તિ અભિયાન :- વિપક્ષ સમસાદ અલી સૈયદ

વિપક્ષીઓએ ભરૂચ પાલિકાના ગડબડ ગોટાળાના લિસ્ટ પત્રકાર પરિષદમાં મૂક્યા..
આવાસ યોજનામાં ગોટાળા
પાણીની પરબમાં ગોટાળા
રોડ રસ્તાના કામમાં ગોટાળા
કર્મચારીઓની નિમણૂકમાં ગોટાળા
ડમ્પીંગ સાઈડમાં ગોટાળા
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં ગોટાળા
નગરપાલિકાની મિલકતની ફાળવણીમાં ગોટાળા
કોન્ટ્રાકટ આપવામાં ગોટાળા સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં ગોટાળા
શૌચાલય બનાવવામાં ગોટાળા
ફાયર એનઓસી આપવામાં ગોટાળા
પેવર બ્લોક બેસાડવામાં ગોટાળા
લાઈટ બિલ ભરવાના ગોટાળા
રખડતા ઢોરોના પ્રશ્ને ગોટાળા
ભુગર્ભ ગટર યોજનામાં ગોટાળા
રતન તળાવની જાળવણી અને બ્યુટીફિકેશનમાં ગોટાળા
રંગ ઉપવનના ગોટાળા
કઢી-ખિચડી ખવડાવવામાં ગોટાળા

આ પણ  વાંચો- ડમીકાંડ કેસમાં SIT પોતાના ફરાર કોન્સ્ટેબલને જ નથી શોધી શકતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ 

 

 

Tags :
BharuchBuro placedMunicipalityPublicsettle
Next Article