Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara તાલુકા પોલીસની દાદાગીરી! કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યા હોવાનો આરોપ

ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકો સાથે પોલીસની માથાકૂટ કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યોનો યુવકોનો આરોપ યુવકને લાકડી મારતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસેની ઘટનાનો વીડિયો વાયરલ પોલીસકર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો યુવકનો આરોપ Vadodara: સોશિયલ...
11:16 AM Sep 19, 2024 IST | VIMAL PRAJAPATI
Vadodara Taluka Police
  1. ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકો સાથે પોલીસની માથાકૂટ
  2. કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યોનો યુવકોનો આરોપ
  3. યુવકને લાકડી મારતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ
  4. પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસેની ઘટનાનો વીડિયો વાયરલ
  5. પોલીસકર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો યુવકનો આરોપ

Vadodara: સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરા તાલુકા પોલીસની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગણેશ વિસર્જન સમયે પોલીસ જવાને બે નિર્દોષ યુવાનોને ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. જાણકારી એવી સામે આવી રહીં છે કે, બન્ને યુવાનો બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યા હતાં આ દરમિયાન પોલીસે તેમને લાકડીથી ફટકાર્યા હતા. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Morbi: મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો, આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ

વડોદરામાં તો રક્ષક ગણાતી પોલીસ જ ભક્ષક બની

આખરે પોલીસ પોતાની મનમાની કઈ રીતે કરી શકે? નિર્દોષ નાગરિકોને આ રીતે માર મારવો કેટલો યોગ્ય છે. ના તો ભાષાનું ભાન અને ના તો કાયદાનું? આ ગુજરાત પોલીસના લક્ષણ તો નથી. પોલીસે લોકોની સેવા અને સુરક્ષા કરવાની હોય છે, પરંતુ અહીં વડોદરામાં તો રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, પોતાના ઘરે બાઇક લઈને જવા માંગતાં બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા હતાં .બેરીકેટિંગથી માત્ર 100 મીટરના અંતરે જ બન્ને યુવાનોનું ઘર આવેલું હતું.

આ પણ વાંચો: Botad: તરશીગડા ડુંગર એટલે ગઢડામાં આવેલું એક અદભૂત પ્રવાસન સ્થળ, જુઓ આ તસવીરો

પોલીસકર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો યુવકોએ આરોપ

પોલીસ જવાન પોતાની સત્તાનો રૂઆબ છાંટી બંને યુવાનોને ખોટા કેસ કરી દેવાની પણ ધમકી આપે છે. લાકડીઓથી બંને યુવાનોને મારતાં હાથની આંગળી અને પગના ભાગે ઈજા પહોંચી હતી. નોંધનીય છે કે, પોલીસકર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો યુવકોએ આરોપ લગાવ્યો છે. વીડિયોમાં પોલીસકર્મી યુવકો પાસે આઈડી કાર્ડ માગી રહ્યો છે. ત્યારે આઈડી કાર્ડ બતાવવા છતાં પોલીસે ઉદ્ધત વર્તન કર્યું અને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. નોંધનીય છે કે, લાકડી વાગતા યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Halvad: પ્રતાપગઢ ગામના નજીક ST બસને નડ્યો અકસ્માત, 12થી વધુ મુસાફરો ઘાયલ

Tags :
GujaratGujarati NewsVadodaraVadodara NewsVadodara Taluka PoliceVadodara Taluka Police Video ViralVadodara Taluka Police Viral VideoVimal Prajapati
Next Article