Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bullet Train Project માં મોટી દુર્ઘટના, 3 શ્રમજીવી દટાયા,1 નું મોત

વાસદ પાસે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના થઇ હતી. જેના કારણે કોંક્રિટના વિશાળસ્ટ્રક્ચરમાં 3 શ્રમજીવી દટાયા હોવાની આશંકા છે.
bullet train project માં મોટી દુર્ઘટના  3 શ્રમજીવી દટાયા 1 નું મોત
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના બની
  • 3 શ્રમજીવીઓ કાટમાળમાં દટાયાની આશંકા
  • અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

અમદાવાદ : અમદાવાદ-મુંબઇના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થઇ જવાની શક્યતા છે. 1.08 લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા 508 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે કૂલ 12 સ્ટેશનો બનશે. ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયા બાદ ટ્રાયલ અને 2026 માં ટ્રેન શરૂ થઇ જશે.

Advertisement

આ પણ વાંચો : Mallikarjun Kharge એ રાંચીમાં કહ્યું કે, વહેંચો છો પણ તમે અને કાપો છો પણ તમે

3 થી વધારે શ્રમજીવી દટાયાની આશંકા

જો કે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું માળખું તૈયાર થઇ રહ્યું હતું. જો કે વાસદા પાસે એક દુર્ઘટનામાં કામદારો દટાયા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવી રહ્યા છે. મોટા કોંક્રિટના કાટમાળમાં 3 થી વધારે શ્રમજીવી દટાયા હોવાની આશંકા છે. વાસદા નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના બનતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે. હાલ તો આ આ અંગે વધારે માહિતીની રાહ જોવાઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો : Supreme Court: હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ

રદુર્ઘટનાની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

દુર્ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અનેક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. વિશાળ કોંક્રિટનું માળખુ નીચે ખાબકતા 3 થી વધારે શ્રમજીવી દબાઇ ગયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 4 ઓગસ્ટ, 2023 માં પણ એક વિશાળકાય ક્રેન ખાબકવાનાં કારણે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 1 શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. જ્યારે 6 લોકોને રેસક્યું કરી લેવાયા હતા.

સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે...

Tags :
Advertisement

.