Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અચાનક હાર્ટ એટેક આવવા પાછળનું કારણ છે બ્રુગાડા સિન્ડ્રોમ, જાણો શું છે Brugada Syndrome

હાલના દિવસોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યાં છે ખુબ જ નાની ઉંમરમાં હાર્ટએટેક આવવાના કેસો વધી રહ્યાં છે. એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત...
03:45 PM Jun 29, 2023 IST | Viral Joshi

હાલના દિવસોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યાં છે ખુબ જ નાની ઉંમરમાં હાર્ટએટેક આવવાના કેસો વધી રહ્યાં છે. એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.

બ્રુગાડા સિન્ડ્રોમ શું છે?

તાજેતરમાં જ ઘણા સ્વસ્થ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે. જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે. આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે. હૃદયના ધબકારા ઝડપી બને છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.

હૃદયને બંધ કરતો સિન્ડ્રોમ

બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે. હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે; તેમાંથી, બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે. આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી ધબકારાનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.

ઉપાય શું કરવો?

આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે. યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય? એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે. ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે. બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે. ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં.

શું છે તેના લક્ષણો?

કારણો

ઉપાય શું કરવો?

નિષ્ણાંત ડોકટરની સલાહ લઈ યોગ્ય દવાઓ અને યોગ્ય ઉપચાર કરવો

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો : અમદાવાદ : વરસાદ પડતા જ વાઈરલ ઇન્ફેકશનના કેસો વધ્યા, રોગ થતા અટકાવવા આ કરો ઉપાય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Brugada syndromehealthheart-attackRAJKOTSaurashtra University
Next Article