Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dang : સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોનાં મોત

અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હોવાનાં હાલ પ્રાથમિક અહેવાલ છે.
dang   સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માત  5 લોકોનાં મોત
Advertisement
  1. સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં ગોઝારો અકસ્માત (Dang)
  2. ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત
  3. અકસ્માતમાં 5 લોકોના મોત થયાનાં અહેવાલ
  4. બસ ઉત્તર પ્રદેશની હોવાનું પ્રાથમિક અનુમાન

ડાંગ જિલ્લાનાં (Dang) સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મુસાફરોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. બસ ઉત્તર પ્રદેશની (Uttar  Pradesh) હોવાની પ્રાથમિક માહિતી છે. ઈજાગ્રસ્તોને બસમાંથી કાઢી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Jetpur પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ, જાણો શું છે હકીકત

Advertisement

Advertisement

સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં ગોઝારો અકસ્માત

રાજ્યમાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, ડાંગ જિલ્લાનાં (Dang) સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ (Saputara-Malegam Ghat) પર એક ખાનગી લક્ઝરી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મુસાફરોથી ભરેલી મધ્ય પ્રદેશની આ ખાનગી બસ સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર અચાનક 30 ફૂટ ઊંડા ખાડામાં પલટી મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણ 5 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે 40 થી વધુ લોકો ઘવાયા હોવા અહેવાલ છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને બે મહિલા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં ઠેર ઠેર લાગ્યા મસમોટા હોર્ડિંગ્સ

અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણ 5 લોકોનાં મોત

અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી. લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ વળી ગયો છે. અક્સમાતને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. ગત 23 ડિસેમ્બરનાં રોજ ઉત્તરપ્રદેશથી ધાર્મિક સ્થળોનાં પ્રવાસે નીકળેલી બસને સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર અકસ્માત નડ્યો હતો. નાસિકના ત્રંબકેશ્વર ખાતે દર્શન કરી શ્રદ્ધાળુઓની બસ દ્વારકા જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની ચોક્કસ માહિતી હાલ સામે આવી નથી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે એવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો - Dahod: સંજેલીમાં મહિલા સાથે થયો હતો અત્યાચાર! પોલીસે વધુ 3 આરોપીઓની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×