ગોંડલ મુથુંટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
ગોંડલ- કોટડાસાંગાણી રોડ પર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ ત્રણ ખુણીયા પાસે આવેલ મુથુટ ફાઇનાન્સમાં બ્રાન્ચ મેનેજરની ફરજ બજાવતા હતા.મેનેજર ની આત્મહત્યા ના પગલે શહેર મા તરેહ તરેહ ની ચર્ચા થઈ રહી છે.અને શહેર ના સટોડીયાઓ તથા મોટા માથાઓ તરફ આંગળી ચિંધાઇ રહી છે.
કારમાં ઝેરી દવા ગટગટાવી
પ્રાપ્ત વિગત મુજબ મુથુટ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર હરેન જગદીશભાઈ જાની ઉ.વ.36 એ ગત સોમવારે સાંજે ખાંડાધાર ગામ નજીક પોતાની કાર માં બેસીને ઝેરી દવા પીધી હતી બાદ તેમણે જ 108 એમ્બ્યુલન્સ માં ફોન કરી એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ એ સ્થળ પર પોહચી ને હરેન જાની ને ગાડી માંથી બહાર કાઢી એમબ્યુલન્સ મારફત ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગત મોડી સાંજે સારવાર કારગર ન નીવડતા તેમનું મોત નિપજ્યું હતુ.
પાંચ વર્ષના દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી
મૃતક પરીવારમાં એકના એક પુત્ર હતા.પરણીત હતા અને સંતાન માં પાંચ વર્ષનો પુત્ર હોવાનુ જાણવા મળેલ હતુ. આધારસ્થંભ સમા એકના એક પુત્રના અકળ મૃત્યુને લઈને પરીવાર શોકમગ્ન બન્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હરેશભાઈએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમા મૃત્યુના જવાબદાર પોતે જ હોવાનુ લખ્યુ છે. કોઈ સ્પષ્ટ કારણ દર્શાવાયુ નથી.
આત્મહત્યાને લઈને અનેક તર્કવિતર્ક
બીજી બાજુ મુથુટ ફાઇનાન્સના મેનેજરની આત્મહત્યા ના પગલે શહેરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. સટ્ટાની પઠાણી ઉઘરાણીને લઈને ફાઇનાન્સના સોનાનો બાહુબલીઓ દ્વારા પગપેસારો કરાયાનુ ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યુ છે. પોલીસ જો ઉંડી તપાસ કરે તો અનેક સ્ફોટક વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. તાલુકા પોલીસે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : રાજકોટમાં ATS ને મળી મોટી સફળતા, અંદાજે 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે એકની ધરપકડ