Botad: ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક પરિવારના લોકો વચ્ચે થઈ હિંસક મારામારી
- એક જ પરિવારના બે જૂથ વચ્ચે હિંસક મારામારી
- બંને પક્ષની મહિલા સહિત ચાલ લોકોને થઈ ઇજા
- ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડાયા
Botad: લોકો અત્યારે નાની નાની બાબતોમાં હિંસા પર ઉતરી આવે છે. બોટાદના ગઢડા તાલુકાના ગાળા ગામે પણ આવી જ એક ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક જ પરિવારના બે જુથ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, એક જ પરિવારના બે જૂથો વચ્ચે કોઈ જુની અદાવતના કારણે મારામારી થઈ છે. જૂની અદાવતને લઈને કુવાડી, છરી અને લોખંડની પાઈપ દ્વારા સામસામે મારામારી થઈ હતી.
આ પણ વાંચો: Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત
બંને પક્ષના મહિલા સહિત ચાર લોકોને ઈજાઓ થઈ
અત્યારે મળતી વધુ જાણકારી પ્રમાણે મારામારી સર્જાતા બંને પક્ષના મહિલા સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે બંને પક્ષ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Dahod : BJP કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર!
આખરે શા માટે એક પરિવાર વચ્ચે થઈ મારામારી
નોંધનીય છે કે, કોઈ જૂની અદાવતને ધ્યાને રાખી હિંસક મારામારી થઈ હતી. જેના કારણે અત્યારે મહિલા સહિત ચાલ લોકોને ઈજાઓ થઈ હતી. મહત્વની વાત એ છે કે, અત્યારે લોકોમાં સહનશક્તિ ઘટતી જાય છે. લોકો નાની-નાની બાબતોમાં પણ હિંસા પર આવી જાય છે. આ કેસમાં પણ કોઈ વર્ષો જૂની બાબતને લઈને હિંસા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, અત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ