Botad : અસ્વસ્થ પિતા બાળકને લઈ ઘરેથી નાસી ગયા, પોલીસે બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપ્યું
- Botad જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી
- ઉનાના દેલવાડા ગામનાં બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું
- અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી છુટયો હતો
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે (Botad District Traffic Police) સરાહનીય કામગીરી કરીને એક બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં ટ્રાફિક PSI એ તેમની ટીમ સાથે ત્વરિત કાર્યવાહી કરીને બાળકને મુક્ત કરાવ્યું હતું અને પરિવારને સોંપ્યું હતું. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal : પગપાળા જતાં 4 યુવક પર છરી વડે હુમલો કરનારા બાઇકચાલક સહિત 2 ઝબ્બે
અસ્વસ્થ પિતા પુત્રને લઈને બોટાદ એસ.ટી. ડેપો પહોંચ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, દેલવાડા ગામમાં રહેતા અને અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી છૂટ્યા હતા અને બોટાદ એસટી ડેપો (Botad ST Depo) પહોંચ્યા હતા. જો કે, એસટી ડેપો પર કેટલાક જાગૃત નાગરિકોને આ વ્યક્તિની બાળક સાથેની વર્તણૂક પર શંકા જતા પોલીસને જાણ કરી હતી. આથી, જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ તાત્કાલિક એસટી ડેપો પહોંચી હતી અને અસ્વસ્થ પિતાથી બાળકને મુક્ત કરાવ્યું હતું.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે 7 મો દિવસ, રૂ. 59.11 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
પરિવારે પોલીસનો આભાર માન્યો હતો
ત્યાર બાદ પોલીસે બાળકનાં પરિવાર વિશે માહિતી મેળવીને પરિવારજનોને બોટાદ બોલાવી બાળકને પરિવારને સોંપ્યું હતું. બાળક હેમખેમ પરત મળી જતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ મામલે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે (Botad District Traffic Police) આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી, 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન