Botad: જર્જરિત હાલતમાં છે આ 100 વર્ષ જુનો ટાવર, ભારે વરસાદ થયો તો...
Botad: બોટાદ શહેરમાં કેટલાક મકાનો જુના હોવાથી જર્જરીત હાલતમાં હોય તેવી તસવીરો સામે આવી રહી છે. મળતી વિગતો પ્રમાણે શહેરનાં મુખ્ય માર્ગ પર 100 વર્ષ જુનો ટાવર આવેલો છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. જેથી આસપાસ રહેતા રહિશો માટે જોખમી છે. ત્યારે તાત્કાલીક આવા જર્જરીત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરે અથવા તો સમાર કરે તેવી તેવી રહિશો માંગ કરી રહ્યા છે.
જર્જરિત ઇમારત અને મકાનો જમીનદોસ્ત કરવા માંગ
બોટદ (Botad) જિલ્લામાં સિઝનનો માત્ર 20 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની રહીશોમાં આશા છે. જો ધોધમાર વરસાદ પડે તો બોટાદ શહેરમાં આવેલ વોરા વાડ વિસ્તાર, ટાવર રોડ પર આવેલ 100 વર્ષ જૂનો ટાવર અને પોલીસ સ્ટેશન નજીક આવેલ જૂની કોર્ટ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ધોધમાર વરસાદ શહેરમાં પડે અને આ જર્જરિત મકાન કે ઇમારતો પડશે. તો તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્નો રહીશો કરી રહ્યા છે અને તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા આ તમામ જર્જરિત ઇમારત અને મકાનો જમીન દોસ્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અનેકવાર લેખિતમાં રજૂઆતો કરી પરંતુ છતાં...
બોટાદ (Botad) શહેરના ગઢડા રોડ પર આવેલ વોરા વાડ વિસ્તારમાં ઘણા વર્ષોથી જર્જરિત મકાન આવેલ છે. આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆતો કરેલી છે, તેમ છતાં આજ દિન સુધી વિસ્તારમાં આવેલ મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું નથી. આ વિસ્તારના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે આ મકાનને જમીનદોસ્ત કરવામાં પરંતુ આજદિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ શહેરના ટાવર રોડ પર આવેલ 100 વર્ષ જૂનો ટાવર આવેલ છે તે પણ જર્જરિત છે. એ જ રોડ પર જૂની કોર્ટ પણ આવેલ અને એ કોર્ટમાં બોર્ડ પણ મુકવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે. ભયજનક ઇમારત રહીશોની એક જ માંગ છે કે, કાતો એ ઇમારતને જમીન દોસ્ત કરવામાં આવે અથવા તો સમાર કામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.