Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad : વકીલે પોતાની અસીલને પ્રેમજાળમાં ફસાવી, લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર મામલો

બોટાદ પોલીસ મથકમાં આજરોજ બોટાદ શહેરમાં રહેતી યુવતીએ આરોપી પારસ ત્રિકમભાઈ બાવળીયા વિરુદ્ધ ફરિયાદીના સોશિયલ મીડિયામાં મેસેજ કરી નંબર મેળવી પ્રેમ જાળમાં ફસાવી પોતાના મોબાઈલમાં ફોટા પાડી વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી સાથે અવાર નવાર શરીર સંબંધ...
botad   વકીલે પોતાની અસીલને પ્રેમજાળમાં ફસાવી  લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યું  જાણો સમગ્ર મામલો

બોટાદ પોલીસ મથકમાં આજરોજ બોટાદ શહેરમાં રહેતી યુવતીએ આરોપી પારસ ત્રિકમભાઈ બાવળીયા વિરુદ્ધ ફરિયાદીના સોશિયલ મીડિયામાં મેસેજ કરી નંબર મેળવી પ્રેમ જાળમાં ફસાવી પોતાના મોબાઈલમાં ફોટા પાડી વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવા ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

સોશિયલ મીડિયા થકી સંપર્ક વધ્યો

બોટાદમાં રહેતી એક યુવતીની ગત વર્ષે નોંધાવેલી એક ફરિયાદના સંદર્ભમાં બોટાદના વકીલ પારસ બાવળીયા સાથે મુલાકાત થઈ હતી. જેથી વકિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીને મેસેક કરી વાતચીત કરી અને ફોન નંબર આપ્યા હતા અને અવારનવાર વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી.

Advertisement

લગ્ન કરવાનું વચન આપ્યુ

આરોપીએ ફરિયાદીને પ્રેમ જાળમાં ફસાવી 'તું મને પ્રેમ નહીં કર હું મરી જઈશ' જેથી ફરિયાદીને ડર લાગતા આરોપી સાથે ફોનમાં વાત કરેલ ત્યારબાદ તે અપરણીત હોય જેથી લગ્ન કરવાની લાલચ આપી કુંડળ ખાતે મળવા માટે બોલાવેલ અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું જેથી ફરિયાદી વાતોમાં આવી જતા લગ્ન કરવાની હા પાડેલ જેથી આરોપીએ ફરિયાદી તથા તેના ફોટા મોબાઇલમાં પાડ્યા હતા.

Advertisement

ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

જે બાદ ગત તા. 3-2-2023 ના રોજ આરોપીએ યુવતીને બોટાદની નામાંકિત ગેસ્ટ હાઉસમાં મળવા માટે બોલાવેલ અને શરીર સંબંધ બાંધવા મજબુર કરેલ જેથી ફરિયાદી એ ના પાડતા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા જેને લઇ આરોપીએ ફરિયાદીની મરજી વિરુદ્ધ ત્રણ વખત શરીર સંબંધ બાંધેલ ત્યારબાદ આવી જ રીતે આરોપી સાથે અલગ અલગ દિવસોમાં અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધેલ ત્યારબાદ ફરિયાદી સાથે લગ્ન કરતો ન હોય અને ખોટા વાયદાઓ આપી હેરાન કરતો હોય જેથી ફરિયાદી દ્વારા બોટાદ પોલીસ મથક ખાતે અરજી કરેલ હોય જેનું સમાધાન થઈ ગઈ જતા તારીખ 28.4.23 ના રોજ આરોપી પારસ મસ્તરામ મંદિર ખાતે જઈ પ્રેમ લગ્ન કરેલ લગ્ન રજીસ્ટ્રેશન બોટાદ નગરપાલિકા ખાતે કરાવેલ અને આ અંગે સમજૂતી કરાર પણ અલગથી કરી પતિ-પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું હતુ.

ફરિયાદ ના થાય તે માટે રજિસ્ટર્ડ લગ્ન કરેલા

જે પછી યુવતી ઘરે જતી રહેલ ત્યારબાદ તારીખ 1.5. 2023 ના રોજ રાત્રિના સમયે ફરીવાર ગેસ્ટ હાઉસ ખાતે બોલાવી ફરીવાર શરીર સંબંધ બાંધેલ ત્યારબાદ ચાર પાંચ દિવસ બાદ ફોન કરતા અને અલગ રહેવાની વાત કરતા આરોપી હું કાંઈ તારી સાથે અલગ રહેવાનો નથી તું મારી વિરુદ્ધ ફરિયાદ ના કર એ માટે તારી સાથે રજીસ્ટર લગ્ન કરેલ હતા અને સમજૂતી કરાર કર્યાં હોવાનું જણાવ્યું હતુ.

ધમકીઓ આપતા અંતે ફરિયાદ નોંધી

ગઈ તારીખ 8. 6.2023 ના રોજ ફરિયાદીના બહેન પોલીસ સ્ટેશન ખાતે આવતા હોય ત્યારે સ્ટેશન રોડ પાસે આરોપી ઉભો હતો તેને ઠપકો આપતા આરોપી વકિલે ઉશ્કેરાઇને ધમકી આપી કે, મારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો હું તમારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશ હું જેલમાંથી છૂટીને આવીને પણ બધાને પતાવી દઈશ. જે બાદ ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રેમજાળમાં ફસાવી ફોટા પાડી વિડીયો તેના ફોનમાં ઉતારી વાયરલ કરવાની ધમકી તેમજ મરજી વિરુદ્ધ સાસવારે શરીર સંબંધ બાંધેલા હોય આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ તખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ

આ પણ વાંચો : અમદાવાદ : ટપોરી બેફામ પોલીસ લાચાર!, લુખ્ખા તત્વોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી મચાવ્યો આતંક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.