BOTAD : ડુપ્લીકેટ પાવતી બનાવી વાહન છોડાવવા જતા વાહનચાલક ભેખડે ભરાયા
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જીલ્લામાં ટ્રાફિક દંડ કાર્યવાહી દરમિયાન એક બાઈક ચાલકે સુરત આર.ટી.ઓ. ની ડુપ્લીકેટ રસીદ બનાવી રજૂ કરી મોટર સાઇકલ છોડાવવા પેંતરો કરતા પોલીસે સુરત આર.ટી.ઓ. ઓફિસમાં ખરાઈ કરતા ડુપ્લીકેટ રસીદ હોવાનો ભાંડો ફૂટતા આરોપી તથા...
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ જીલ્લામાં ટ્રાફિક દંડ કાર્યવાહી દરમિયાન એક બાઈક ચાલકે સુરત આર.ટી.ઓ. ની ડુપ્લીકેટ રસીદ બનાવી રજૂ કરી મોટર સાઇકલ છોડાવવા પેંતરો કરતા પોલીસે સુરત આર.ટી.ઓ. ઓફિસમાં ખરાઈ કરતા ડુપ્લીકેટ રસીદ હોવાનો ભાંડો ફૂટતા આરોપી તથા મદદગારો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી બે શખ્સોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ગત તા.30 નવેમ્બરના રોજ બોટાદ ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. કે. એન. પટેલે એક હોન્ડા સ્પેલ્ડર ચાલક મનુભાઇ લક્ષમણભાઈ મીર ઉ.વ.28 રહે, ગામ-ગલીયાણા તા.તારાપુર જિ. આણંદનુ વાહન ચેકીંગ દરમ્યાન બોટાદ ટાઉન વિસ્તારમાંથી એમ.વી. એક્ટ કલમ- 207,3.,181,130,(3), 192,177, તથા C.M. V.R. એક્ટ કલમ-50-51 મુજબ કબ્જે કરેલ હતું. આ વાહનની ડીટેઇન બુકમાં નોંધ કરી બોટાદ/સુરતનો આર.ટી.ઓ. માટે મેમો ઇસ્યુ કર્યો હતો.
જે તે વખતે વાહન ચાલક પોતે આ વાહન સુરત શહેર ખાતેથી થોડા મહિના અગાઉ લીધેલ હોવાનુ જણાવેલ અને આર.ટી.ઓ. નંબર હજુ સુધી આવેલ નથી તેવુ જણાવેલ જેથી સદરહુ વાહનનો આર.ટી.ઓ. નંબર વાહન ચાલક જાણતો નહી હોવાથી ચેસીસ નંબર ઉપર આ મેમો આપી વાહન જમા લઈને બોટાદ ટ્રાફિક શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે મુકાવેલ હતુ.
તા.6 ડિસેમ્બરના બોટાદ કચેરી ખાતે આવી સુરત આર.ટી.ઓ. કચેરીની ઉપરોક્ત જમા લીધેલ વાહનની રૂપિયા 4600 નો દંડ ભર્યા અંગેની પાવતીની ઝેરોક્ષ નકલ લઈને આવતા અસલ પાવતી લઈને આવવા જણાવેલ જેથી તેઓએ તા.7 ડિસેમ્બરના રોજ આવી સુરત આર.ટી.ઓ. કચેરીની ઉપરોક્ત જમા લીધેલ વાહનની દંડ ભર્યા અંગેની પાવતી રજુ કરી હતી.
આ રસીદમાં કલમ પ્રમાણે દંડની રકમ ઓછી જણાતી હોય આ દંડ ભર્યા અંગેની સુરત આર.ટી.ઓ. કચેરીની રસીદ સાચી છે કે ખોટી તે બાબતે સુરત આર.ટી.ઓ. કચેરી પાસે માહિતી માગતા વળતા જવાબથી માગ્યા મુજબની માહિતી સુરત આર.ટી.ઓ.ના ઈમેઇલ આઇ.ડી. ઉપરથી આવતા જેમાં જણાવેલ કે અત્રેની કચેરીએ રેકોર્ડની તપાસણી કરતા દંડની પાવતીની રસીદ અત્રેની કચેરીમાથી ઇસ્યુ કરવામાં આવેલ નથી.
જેથી આ વાહન ચાલકને આ દંડની પાવતી તમે ક્યાથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પુછતા તેઓએ જણાવેલ મને આપેલો મેમો મે મારા ભાઈ બચુભાઈ લખમણભાઇ મીરને તેના મોબાઇલના વ્હોટ્સએપ ઉપ૨ મોકલતા તેમણે તેના મિત્ર મેહુલભાઈ કસોટીયા રહે, સુરત લસકાણા, કામરેજ સુરત વાળાને મોકલતા મેહુલ ભાઈએ તેના જાણીતા કોઈ આર.ટી.ઓ. એજન્ટને મોકલી આર.ટી.ઓ એજન્ટે સુરત આર.ટી.ઓ. કચેરીની દંડ વસુલ્યા અંગેની ખોટી રસીદ બનાવી તેમાં ખોટા સહિ સિક્કા કરી બનાવટી દસ્તાવેજ બનાવી તમામ આરોપીઓએ પોતે આ દસ્તાવેજ ખોટા હોવાનુ જાણતા હોવા છતા આર્થીક લાભ મેળવવા સારૂ માટે ખોટી રીતે રજુ કરી એકબીજાએ મદદગારી કરી ઈ.પી.કો.કલમ-465,467,468,471,114૪૬૫,મુજબનો ગુન્હો કરેલ હોવાનું કબૂલ્યું હતું.
બોટાદ પોલીસે મનુભાઈ લખમણભાઇ, બચુભાઈ લખમણભાઇ, મેહુલભાઈ કસોટીયા અને આર.ટી.ઓ એજન્ટ વિરૂદ્ધ ગુન્હો નોંધી બે શખ્સો ની ધરપકડ કરી હતી અને આ શખ્સો દ્વારાઅન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓમા સંકળાયેલા છે કે નહિ તે અંગે ની વધુ તપાસ તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement