છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગની બોગસ કચેરી બનાવી...વાંચો અહેવાલ
અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગની બોગસ કચેરી બનાવી ૪.૧૫ કરોડના આચરવામાં આવેલા કૌભાંડની શાહી સુકાઈ નથી ત્યાં તો છોટાઉદેપુર નગરમાં આવેલ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ ડિવિઝનલ મેનેજરની કચેરી છોટાઉદેપુર દ્વારા ગૌણ પેદાશની ખરીદીમાં મસ મોટું કૌભાંડ થયો હોવાના આક્ષેપ સાથે આદિવાસી અગ્રણી નરેન્દ્ર ભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તપાસ કરવા અને કૌભાંડમાં સંડવાયેલા તમામ સામે કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી હતી.
આદિવાસી લાભાર્થીઓને તેમના નામના ચેક બનાવીને આપવામાં આવ્યા હતા
પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા નરેન્દ્રભાઈ રાઠવા એ જણાવેલ કે કેટલાક લાભાર્થીઓનાં કિસ્સામાં તો મહુડા ડોલી કે મહુડા ફૂલ, ખાટી અમલી તેઓ દ્વારા નિગમ ને વેચેલ નથી ને તેઓ પાસે આ વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી. જે કઈ નામો રેકોડમાં બતાવેલ છે તે જાણ બહાર છે. અને તેઓના નામની સામે જે કઈ સહી કે અંગુઠાનું નિશાન કરેલ છે. તે પણ તદ્દન ખોટું છે. તેવું લાભાર્થીઓ પાસેથી સ્પષ્ટ પણે જાણવા મળેલ છે, તેમના વીડિઓ રેકોડીંગ સાથે પ્રૂફ આધારે પણ લીધેલ છે. તેમજ આદિવાસી લાભાર્થીઓને તેમના નામના ચેક બનાવીને આપવામાં આવ્યા હતા. તે ચેક જે તે વ્યક્તિના ખાતામાં જમા કરાવી તે રકમ લાભાર્થી પાસેથી ઉઘરાણું કરી લેવામાં આવેલ છે.
ગોણ વન પેદાશનો જથ્થો નિગમે ખરીદીના રેકોર્ડમાં બતાવેલ છે
આ ઉપરથી સ્પષ્ટ પણે જણાય આવે છે કે જે કઈ ગોણ વન પેદાશનો જથ્થો નિગમે ખરીદીના રેકોર્ડમાં બતાવેલ છે. તે જથ્થો વેપારીઓ પાસેથી હલકી ગુણવત્તા તેમજ ઓછા ભાવમાં ખરીદી કરેલ હોય તેમ જણાય આવેલ છે. જે માલ વેપારી પાસેથી ખરીદી કરવામાં આવેલ છે જેના પણ પુરાવા અમારી પાસે છે.
ટીમરુપાન ખરીદીના રેકોર્ડ લખવામાં આવેલ છે
ટીમરુપાન એકત્રિકરણ દરમ્યાન જે ફડક્લાર્કઓની નિમણુક કરવામાં આવે છે. તેઓ દ્વારા ટીમરુપાન ખરીદીના રેકોર્ડ લખવામાં આવેલ છે તેવા તમામ ફડ ક્લાર્કોની રૂબરૂ કરતાં જણાવ્યું હતું કે નિગમમાં ટીમરુપાનની ખરીદી વખતે કોઈપણ પ્રકારનો રેકોર્ડ કે ફિલ્ડની મુલાકાત લીધેલ નથી. તેમજ ટીમરુપાન એકત્રિકરણની તેઓને બિલકુલ માહિતી નથી. અને તેમના નામના નિગમ દ્વારા ચેકો બનાવીને ખાતામાં જમા કરાવેલ હતા. જેની રકમ નિગમના કર્મચારીઓ દ્વારા પરત લઇ લીધેલ છે.ટીમરુપાનના ડેટા કોમ્પુટરમાં નાખેલ નથી. જે નામના ચેકો બનાવીને બેન્ક ખાતામાં જમા કરાવેલ હતા જેની રકમ પરત માંગી લેવામાં આવેલ છે.
નિગમની રોયલ્ટીની પણ ચોરી થાય છે
વેપારીઓ ટીમરુપાન ની ખરીદી વધારે કરે છે અને સરકારી રેકોર્ડ માં ઓછો બતાવે છે. જેના કારણે નિગમની રોયલ્ટીની પણ ચોરી થાય છે. અને ફડ મુનશીના પગાર પણ ઓછો આવે છે,તદ્દ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે, કે ફડ મુનશીના પગાર કરતી વખતે પણ ડીવીઝનના અધિકારી દ્વારા ફડમુન્સી પાસેથી દબાણ પૂર્વક તેમના પગારનો હિસ્સો કાપી લેવામાં આવે છે. ટીમરુપાન સીઝન દરમિયાન ત્રણ કે ચાર માસ પૂરતા રાખવામાં આવતા કર્મચારીઓ સાથે વાત ચીત કરતા તેઓ પણ સ્પષ્ટ પણે જણાવેલ છે કે તેમના દ્વારા કોઈપણ પ્રકારની આવી કામગીરી કરવામાં આવેલ નથી, અને તેઓના આધાર કાર્ડ બેંક પાસબૂકની ઝેરોક્ષના આધારે રકમ બેન્ક ખાતામાં નાખવામાં આવેલ હતી. તે નિગમના કર્મચારી દ્વારા પરત પણ લઇ લેવામાં આવતી હતી.
આદિવાસીને રોજગાર મળે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિગમની સ્થાપના કરી
આદિવાસીને રોજગાર મળે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિગમની સ્થાપના કરી છે. તો આવા જવાબદાર અને ઉચ્ચ અધિકારી દ્વારા આદિવાસીની રોજગારી છીનવી આદિવાસીનું આર્થિક શોષણ કરી રહ્યા છે. ત્યારે આવા તમામ મુદાઓ પર જે તે આદિવાસી લાભાર્થી સાથે ચર્ચા કરીને માહિતી મેળવેલ છે. જેના કેટલાક વીડિઓ રેકોર્ડીંગમાં પુરાવા છે. તમામ મુદાઓ પર સંપૂર્ણ પણે ભ્રષ્ટાચાર થયેલ છે. જેના પુરાવા સાથે માહિતી છે અને જે નિગમનું કોભાંડ દર્શાવે છે. પુરવાર સાબિત કરવા પણ સક્ષમ છુ.અને જરૂર પડે તો હું નિગમને કોર્ટ સુધી લઇ જઈશ તેવો હુંકાર આદીવાસી નેતા નરેન્દ્ર ભાઈ રાઠવાએ ભર્યો હતો.
આ પણ વાંચો - PORBANDAR : લાભપાંચમે માર્કટીંગ યાર્ડમાં ૧૭૦૦ ગુણી મગફળી આવક, ટેકાના ભાવ કરતાં ખેડૂતો મળી રહ્યાં છે સારા ભાવ