Dahod: ભણવા ગયેલી બાળકીનો શાળા કેમ્પસમાંથી મળ્યો મૃતદેહ, સર્જાયા અનેક તર્કવિતર્ક
- સીંગવડના તોરણી ખાતે 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો
- શાળા છૂટયા બાદ મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા શોધખોળ હાથ ધરાઈ
- મોડી રાત્રે એસપી,એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોચી
- મૃતદેહ ને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરાઇ
Dahod: દાહોદના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ભણવા ગયેલી ધોરણ 1 ની વિદ્યાર્થિનીનો શાળાના કંપાઉન્ડમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં મહિલા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મહિલાઓ સાથે દુષ્કર્મ અને સતામણીના પણ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે કાળજુ કંપાવી દે તેવી ઘટના દાહોદ જિલ્લામાં બનતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
- દાહોદના સીંગવડના તોરણી ગામમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો
- શાળા છૂટ્યા બાદ બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઇ
- મોડી રાત્રે SP, LCB સહિત પોલીસની ટીમ શાળાએ પહોંચી
- રેપ વિથ મર્ડરની આશંકાએ તપાસ તેજ કરાઇ #dahod #Gujarat #GujaratiNews #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 20, 2024
આ પણ વાંચો: ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યાથી છુટકારો ક્યારે ? તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ
મોડા સુધી દીકરી ઘરે ના આવતા પરિવારે શોધ કરી અને...
વિગતે વાત કરવામાં આવે તો, સિંગવડ તાલુકાના પીપળીયા ગામની 6 વર્ષીય બાળકી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એક અભ્યાસ કરતી હતી. રોજ રાબેતા મુજબ શાળામાં સવારે ગઈ હતી અને સાંજે શાળા છૂટ્યાં પછી પણ મોડે સુધી ઘરેના પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે શાળાના પાછળના ભાગે શાળાના કંપાઉન્ડમાંથી બાળકી બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કૃત્ય આચરી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!
પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકાઓ
આ પગલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોડી રાત્રે દાહોદ એસપી, દાહોદ એલસીબી સહિતની પોલીસ ટીમો તોરણી પ્રાથમિક શાળાએ પહોંચી હતી. ક્રાઇમ સીન ઉપર ઝીણવટ ભરી તપાસ હાથ ધરી શાળાના આચાર્ય તેમજ શિક્ષકોની પૂછપરછ હાથ ધરી હતી. મૃતદેહને ફોરેન્સિક પેનલ પોસ્ટ મોર્ટમ માટે Dahod ની ઝાયડસ હોસ્પીટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસનો દોર ચાલુ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ જાણકારી સામે આવશે કે કયા કારણોસર બાળકીનું મોત થયું અને બાળકી સાથે શું ઘટના બની હતી? પરંતુ અત્યારે ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
અહેવાલ: સાબિર ભાભોર, દાહોદ
આ પણ વાંચો: ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે કુકર્મ કરનારાને આકરી સજા, ફટકારાયો આટલો દંડ