Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે

અહેવાલ- ઉદય જાદવ, સુરત  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે તમામ કાર્યકરોને સીઆર પાટીલે...
04:53 PM Oct 29, 2023 IST | Maitri makwana

અહેવાલ- ઉદય જાદવ, સુરત 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. સી.આર.પાટીલ માંગરોળના વાંકલ ખાતે કોસંબા APMCની ચટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે તમામ કાર્યકરોને સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે

આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે હતા.સીઆર પાટીલ માંગરોળના વાંકલ ખાતે યોજાયેલ કોસંબા APMC ના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં સીઆર પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.કોસંબા APMCના અભિવાદન સમારોહ બાદ સી.આર.પાટીલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ,મંત્રી કુંવરજી હળપતિ,માંગરોળ ધારા સભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરતના વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.કોંગ્રેસ અને આપના ૭૦૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભા ૨૦૨૨ આના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી સહિત આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.આ ઉપરાંત કોંગ્રેસના ડેલીગેશન સભ્ય અને કોંગ્રેસના નેતા હરીશ વસાવા પણ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.લોકસભાની ચુંટણી ટાણે જ કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાતા સુરત જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.ત્યારે સી.આર.પાટીલ તેમજ જિલ્લા ભાજપ દ્વારા તમામ નવનિયુક્ત કાર્યકરોને અભિનંદન સાથે પાર્ટીમાં આવકાર્યા હતા.

આ પણ વાંચો -  અમદાવાદ પોલીસે ઓનર કિલિંગ જેવી ગંભીર ઘટના બનતા અટકાવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bhartiya Janta PartyBJPBJP state presidentCR PatilGujaratstate presidentSurat district
Next Article