Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતોની વહારે આવ્યા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ, શું સરકાર માનશે?

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા જ મેધાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે તબાહી મચી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જે અંગે...
ખેડૂતોની વહારે આવ્યા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ  શું સરકાર માનશે

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા જ મેધાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે તબાહી મચી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જે અંગે આજે સોમવારના રોજ ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે કૃષિ મંત્રી રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે. જેમા તેમણે ખેડૂતોને થયેલા નુકસાન પર વળતર ચૂકવવા તાકીદે પેકેજ જાહેર કરવાની રજૂઆત કરી છે.

Advertisement

ગુજરાતમાં આ વખતે ખૂબ જ વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા જિલ્લાઓમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લાની ખેતીને પારાવાર નુકસાન થયેલ છે. આ અંગે ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે, જેમાં લખ્યું - ખેતીની જમીનનું પણ પારાવાર ધોવાણ થયેલ છે અને જે આગામી એક બે સીઝન સુધી ખેતર તૈયાર થઇ શકવાની કોઇ સંભાવના નથી, જે જમીનનું ધોવાણ / નુકસાન થયેલ છે તે સંદર્ભે અલગથી સર્વે કરાવી અને ખેડૂતને થયેલ કુલ નુકસાન ભરપાઇ થાય તેવું સરકારશ્રી કક્ષાએથી ખાસ પેકેજ તાત્કાલીક જાહેર થવુ અનિવાર્ય છે.

Advertisement

વધુમાં તેમણે લખ્યું, ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ખેતીની જમીનનું પુષ્કળ પ્રમાણમાં થયેલ ધોવાણ પુરવા માટે મોટા પ્રમાણમાં માટીની પણ જરૂર પડશે અને ખેડુતો પાસે માટી હોય નહી તેથી અન્ય સરકારી ખરાબો / ગૌચરની જમીનમાંથી માટી લાવી ધોવાણ થયેલ જમીન ઉપર નાખી પુન:ખેતીલાયક જમીન બનાવી ઘટે અને ગીર વિસ્તારની પેરીફરીમાં આવેલ ગામડાઓની ખેતીની જમીનમાં જે નુકસાન થયેલ છે તે માટે માટી કવચિત ફોરેસ્ટ એરીયામાંથી પણ લાવવી પડે તો ફોરેસ્ટ એરીયામાંથી ખાસ કિસ્સામાં માટી લાવવા મંજુરી આપવા અંગેના અલગથી ઘટીત આદેશો સત્વરે થઇ આવવા આપશ્રીને મારી અંગત આગ્રહભરી ભલામણ સહ વિનંતી છે.

આ પણ વાંચો - Surat : ગુજરાતમાં બાળકોને બાઈક આપતા માતા-પિતા ચેતજો, સ્ટંટબાજ બાળકો સાથે પરિવાર પણ એટલો જ જવાબદાર બનશે

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.