Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર, 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે

25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે બધા જ ઉમેદવારોના ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ હોવાનું અનુમાન Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે સરકારી ભરતી અંગે ઘણા વિવાદો ચાલી રહ્યા છે. છેલ્લા...
gujarat  ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર  25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
  1. 25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે
  2. બધા જ ઉમેદવારોના ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક
  3. ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ હોવાનું અનુમાન

Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે સરકારી ભરતી અંગે ઘણા વિવાદો ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વન રક્ષકની ભરતી અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતી (Gujarat Forest Guard)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (Gujarat Forest Guard)ની ભરતીમાં મોટી અપડેટ સામે આવી છે. જાહેરાત પ્રમાણે વાત કરવામાં આવે તો, 25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવે છે. આ સાથે સાથે 25 ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ પણ વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: હાર્ડવેર વેપારીએ પોતાના પરિવાર સાથે જીવનલીલા સંકેલી, બે દિવસ પહેલા હતો પુત્રનો જન્મદિવસ

Advertisement

8 ટકાના બદલે 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પહેલા માત્ર 8 ટકા લોકોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 8 ટકાના બદલે 25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવી સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથે બીજી મહત્વની વાત એ છે કે, બધા જ ઉમેદવારોના ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક હોય તેવું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral

Advertisement

વન રક્ષકની ભરતી માટે અનેક વાર થયા છે વિરોધ પ્રદર્શન

નોંધનીય છે કે, આ Gujarat માં ભરતીને લઈને કેટલાય સમયથી મોટા વિવાદ ચાલી રહ્યો હતો, અથવા એમ કહો કે, આખી ભરતી પ્રક્રિયા જ વિવાદમાં ચાલી રહીં હતી. જેમાં યુવરાજસિંહે પણ જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતી પ્રક્રિયાઓમાં થતી છેતરપિંડીમાં પોતાનો વિરોધ નોંધાવીને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.આ ભરતી માટે પણ તેઓ ઉમેદવારોના પક્ષમાં આવીને પ્રદર્શનમાં જોડાયા હતા અને સ્પષ્ટ ભરતી માટે માંગણી કરી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા

Tags :
Advertisement

.