Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : હમીરસર તળાવના પાણીને વધાવશે ભુજ, જોડાયેલી છે વર્ષો જુની પરંપરા, જાણો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain in Gujarat) પડી રહ્યો છે જેના કારણે નદી, તળાવો, સરોવરો અને ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમ-તળાવો ઓવર ફ્લો થઈ રહ્યા છે ત્યારે ભુજનું (Bhuj) હૃદયસમાન હમીરસર તળાવ (Hamirsar Lake) આજે સવારે 11.39 કલાકે...
02:53 PM Jul 09, 2023 IST | Viral Joshi

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain in Gujarat) પડી રહ્યો છે જેના કારણે નદી, તળાવો, સરોવરો અને ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમ-તળાવો ઓવર ફ્લો થઈ રહ્યા છે ત્યારે ભુજનું (Bhuj) હૃદયસમાન હમીરસર તળાવ (Hamirsar Lake) આજે સવારે 11.39 કલાકે ઓવરફ્લો (Hamirsar Lake Overflow) થયું છે. હમીરસર તળાવ ઓવરફ્લો થાય ત્યારે ભુજમાં (Bhuj) જાહેરરજા રાખવામાં આવે છે અને સાથે જ તળાવના પાણીને વધાવવાની પરંપરા છે ત્યારે આવતીકાલે સોમવારે હમીરસર તળાવના નીરને રાજવી પરિવાર અને નગરપતિ દ્વારા વધાવવામાં આવશે.

હમીરસર તળાવ 'ઓગની ગયું'

હમીરસર તળાવ ઓવરફ્લો (Hamirsar Lake Overflow) થાય તેને સ્થાનિક ભાષામાં હમીરસર તળાવ 'ઓગની ગયું' (Ogni Gayu) કહેવામાં આવે છે. આજે હમીરસર તળાવ (Hamirsar Lake) ઓગની જતાં (ઓવરફ્લો થતાં) આવતીકાલે બપોરે 12.39 કલાકે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે નવા નીરને વધાવવામાં આવશે.

વર્ષોજુની પરંપરા, આજે પર રહે છે જાહેર રજા

હમીરસર તળાવ (Hamirsar Lake) 450 વર્ષ જુનુ તળાવ છે. રાજાશાહી વખતે જ્યારે આ તળાવ છલકાય ત્યારે તેના નવા નીરને રાજા વધાવતા હતા અને રાજાશાહી વખતથી આ પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે ભુજમાં (Bhuj) જાહેર રજા રાખવામાં આવે છે. ગુજરાતનું પ્રથમ તળાવ એવું છે કે જે તળાવ ઓવરફ્લો થાય ત્યારે ભુજની સરકારી કચેરીઓમાં રજા રાખવામાં આવે છે.

રાજવી પરિવાર અને નગરપતિ તળાવના નીર વધાવશે

આવતીકાલે સોમવારે બપોરે 12.39 ના શુભ મૂહુર્તમાં પ્રાગમલજી ત્રીજાના પત્નિ મહારાણી પ્રિતિદેવી તથા રાજવી પરિવાર અને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા નવા નીરને વધાવવામાં આવશે. જણાવી દઈએ કે, વિદેશમાં વસતા ભુજના કચ્છી પરિવારો (Kutch families) પણ આ તળવા ઓગની ગયું કે નહી તેની સતત પૃચ્છા કરતા હોય છે.

મેઘલાડુનું આયોજન

ભુજ શહેરની સુંદરતા વધારતા હમીરસર તળાવના કિનારે જન્માષ્ટમીનો મેળો ભરાાય છે અને જો તળાવમાં પાણી હોય તો આ મેળો ખાસ જામે છે તેથી તેથી જન્માષ્ટમીના મેળાની દ્રષ્ટીએ પણ આ તળાવમાં પાણી આવ્યું કે નહી તે લોકોના રસનો વિષય બને છે. નીર વધામણાંના આ દિવસે મેઘલાડુનું આયોજન થાય છે જેમાં દરેક ભુજવાસીઓ માટે ભોજન સમારોહનું પણ આયોજન થાય છે.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : જુલાઇ મહિનો રહેશે ‘અતિ ભારે’….કારણ વાંચીને તમે ચોંકી જશો..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BhujHamirsar LakeHamirsar Lake OverflowHamirsar TalavKutch
Next Article