Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજના કિઆનની અનોખી સિદ્ધિ, આખે પાટા બાંધીને કરે છે સ્કેટિંગ

અહેવાલઃ કૌશિક છાયાં ભુજના કિઆન ઋતુલ શાહ નામના નવ વર્ષીય બાળકે એક અનોખી સિદ્ધિ મેળવી છે જેને લઈને આ બાળકે પોતાના પરિવાર સાથે સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. કીઆને એક સાથે ત્રણ પ્રવૃત્તિઓ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, તે આંખે...
09:59 PM Apr 13, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશિક છાયાં

ભુજના કિઆન ઋતુલ શાહ નામના નવ વર્ષીય બાળકે એક અનોખી સિદ્ધિ મેળવી છે જેને લઈને આ બાળકે પોતાના પરિવાર સાથે સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. કીઆને એક સાથે ત્રણ પ્રવૃત્તિઓ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, તે આંખે પાટા બાંધીને તેમજ પગમાં સ્કેટિંગ પહેરીને ,રૂબીક પૂર્ણ કરે છે. આ પ્રવૃત્તિને લઈને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મેળ્યું છે, 11 માર્ચ 2023ના રોજ તેને આ સ્થાન પ્રાપ્ત થયું છે.

 

મૂળ રાપર તાલુકાનો છે કિઆન શાહ, વર્ષોથી તેમના પિતા ઋતુલ શાહ ભુજમાં વેપાર કરે છે. કિઆન હાલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે, માધાપર ખાતે આવેલી દુન પબ્લિક સ્કૂલમાં તે અભ્યાસ કરે છે તે બે વર્ષથી સતત સ્કેટિંગ અને મિડ બ્રેનની એક્ટિવિટી કરે છે આજે તેની પ્રવૃત્તિને લઈને લોકો તેને હર્ષ ભેર વધાવી રહ્યા છે. કિઆનના દાદા દાદી અને માતા ધારાબેન કહે છે કે અમારા પરિવારનું નામ ગૌરવભેર વધાર્યું છે,નાની વયમાં લોકો કીઆનની પૃચ્છા કરે એ ખૂબ જ ગૌરવભરી વાત છે. કિઆનના પિતા પણ કહે છે કે આજે 59 સેકન્ડમાં ત્રણ પ્રવૃત્તિ પૂર્ણ કરી છે,અને રેકોર્ડ સ્થાન મેળવ્યું છે,આનાથી વિશેષ કઈ ખુશી કહેવાય, આ નવ વર્ષીય બાળકની પ્રવૃત્તિ ખરેખર અદભુત છે.

Tags :
AchievementBhujKianskating with blindfoldsunique
Next Article