Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhuj News : "મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાજીપીર ખાતે 'સેવા સાધના' ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મકાનોના લોકાર્પણ કર્યા"

ભુજ તાલુકાના રામદેવનગર હાજીપીર ખાતે મેક એ ચેન્જ ફાઉન્ડેશન' લંડનના સહયોગથી અને 'સેવા સાધના' કચ્છની પ્રેરણાથી નવનિર્મિત ૧૬ મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીએ લાભાર્થીઓને‌ પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવીને રામદેવનગરનું લોકાર્પણ કર્યું હતું. મૂળ કચ્છના અને હાલમાં લંડન...
03:31 PM Aug 16, 2023 IST | Dhruv Parmar

ભુજ તાલુકાના રામદેવનગર હાજીપીર ખાતે મેક એ ચેન્જ ફાઉન્ડેશન' લંડનના સહયોગથી અને 'સેવા સાધના' કચ્છની પ્રેરણાથી નવનિર્મિત ૧૬ મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીએ લાભાર્થીઓને‌ પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવીને રામદેવનગરનું લોકાર્પણ કર્યું હતું. મૂળ કચ્છના અને હાલમાં લંડન ખાતે સ્થાયી એન.આર.આઈ પરિવારો દ્વારા આ મકાનોના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રામદેવનગર નગર પરિસરમાં સ્થિત મંદિરમાં દર્શન કરીને વૃક્ષારોપણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ખમીરવંતી ધરતી પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી અને રામકૃષ્ણ પરમહંસને પુણ્યતિથિ નિમિત્તે નમન કર્યા હતા. વિકાસ પુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોય અને કેવી રીતે થાય તેની પ્રતીતિ વડાપ્રધાનએ વિશ્વ અને દેશને કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી છે. વડાપ્રધાનનો એવો અભિગમ રહ્યો છે કે, કોઈપણ સરકારી યોજનાના કેન્દ્રમાં છેવાડાના માણસની હાજરી હોય.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેવાડાના નાગરિકો માટે વિકાસકાર્યો કરવામાં થોડી મુશ્કેલીઓનો આવતી હોય છે. જોકે, મેક એ ચેન્જ ફાઉન્ડેશન એ ખૂબ સારું કામ કરીને ૧૬ પરિવારના માટે મકાનોનું નિર્માણ કરી રામદેવનગરની સ્થાપના કરી છે. સંસ્થાની કામગીરીને બિરદાવી મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, જે લોકોની પાંચ - પાંચ પેઢીએ છત નહોતી જોઈ એવા પરિવારોને આજે પોતીકા મકાન મળવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં સરકાર સહભાગી બની રહી છે. છેવાડાના ગામોમાં ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ સરકારી યોજનાઓના મારફતે નાગરિકો સુધી પહોંચી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના ધ્યેય સાથે સરકાર લોકસેવાના કાર્યો કરી રહી છે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારની‌ સાથે સામાજિક સંસ્થાઓના આવવાથી વિકાસના કાર્યોને વેગ મળે છે. રામદેવનગર ખાતે ગામજનોને મુખ્યમંત્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, સરકાર હંમેશા તમારી સાથે જ છે. સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના ગામો સુધી વિકાસના કામો કરવા માટે તત્પર છે.

આઝાદીના અમૃતકાળનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં સૌથી વધારે કોઈ જિલ્લાનું યોગદાન હશે તો તે કચ્છ જિલ્લાનું હશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. દુનિયા ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે.

કચ્છ જિલ્લો ખાવડાના રિન્યૂએબલ એનર્જી પાર્કના કાર્યાન્વિત થવાથી સૌર ઊર્જા ક્ષેત્રે નંબર વન બની જશે. પોર્ટના લીધે આજે કચ્છ જિલ્લો સૌથી વધારે કાર્ગોનું વહન કરી રહ્યો છે. કચ્છ હજી પણ વિકાસ કરે તે માટે તમામ જરૂરી પ્રયત્નો કરવાની નેમ પટેલે વ્યક્ત કરી હતી.

દેશમાં ચાલી રહેલા મારી માટી, મારો દેશ અભિયાનમાં સહભાગી થઈને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા પંચ પ્રણ લેવા મુખ્યમંત્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો. પંચ પ્રણ લઈને અમૃતકાળને સુર્વણ કાળ બનાવવા પટેલે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના બન્ની પચ્છમ વિસ્તારમાં દારુણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરી રહેલા વાઢા કોલી સમાજના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ સેવા સાધના સંસ્થા કરી રહી છે. કંતાનના ઘરોમાં રહેતા વાઢા કોલી પરિવારોને પાકા મકાનોની ફાળવણી, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને રોજગારી મળી રહે તે માટે સેવા સાધના ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. સેવા સાધના સંસ્થાના ટ્રસ્ટી નારણભાઈ વેલાણીએ સંસ્થાના કાર્યોની વિસ્તૃત છણાવટ કરીને ભવિષ્યના આયોજન અંગે જાણકારી આપી હતી.

મેક એ ચેન્જ ફાઉન્ડેશન' લંડનના પ્રમુખ કિરણ પીંડોરિયા એ સેવા કરવાનો મોકો મળ્યો તે વાતની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, મેક એ ચેન્જ ફાઉન્ડેશન એ સેવાના અનેક કાર્યો સરહદી બન્ની પચ્છમ વિસ્તારમાં કર્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેવાડાના માનવીઓને પણ મુખ્યધારાના વિકાસથી લાભાન્વિત થાય તે માટે સરકાર અને સંસ્થાઓ સતત કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રીએ રામદેવનગર લોકાર્પણ પ્રસંગે સુ કરિમાબાઈ કોલી અને ભચાયાભાઈ રમજુભાઈ કોલીને પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવ્યો હતો.‌

આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત બાલકૃષ્ણદાસજી, કૃષ્ણદપ્રિયદાસજી, હીરજીભાઈ મારવાડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સર્વે ધારાસભ્ય કેશુભાઇ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ તાલુકાના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આગેવાનો દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, સેવા સાધના સંસ્થાના પ્રમુખ માવજીભાઈ સોરઠીયા, દાતા દિપેશભાઈ કેરાઈ, રામજીભાઈ દબાસિયા, મતિ જશોદાબેન પીંડોરિયા સહિત સંસ્થાના આગેવાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : Sawan 2023 : આજે અધિક માસની અમાસ, મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કર્યું

Tags :
Bhupendrabhai PatelChief Minister Bhupendrabhai PatelGujarat Chief Ministerhomeless familiesinaugurated housingvisit to Kutch
Next Article