Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા, 11 ગામડાને એલર્ટ કરાયા

વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલવામાં આવતા ત્રણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા હતા....
bhavnagar  કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા  11 ગામડાને એલર્ટ કરાયા
Advertisement

વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલવામાં આવતા ત્રણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા હતા.

Advertisement

કાળુભાર ડેમ માથી 1800 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉમરાળા, વલ્લભીપુર તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારે 6 કલાકે ડેમના 3 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ગઢાળી, રાજપીળા, ભોજવાદર, હડમતાલા, રતનપર, સમઢિયાળા, તરપાલા, ઉમરાળા, વાગધ્રા, ચોગઠ, રાજસ્થળી સહિત ગામડાને એલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા માટે ગ્રામપંચાયતોને જાણ કરાઇ હતી.

Advertisement


રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.

આપણ  વાંચો-DABHOI : 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર 3.5 કિમી લાંબા બ્રિજનું કામ પૂર્ણ

Tags :
Advertisement

.

×