Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar SOG એ બે બોગસ ડૉક્ટરની કરી ધરપકડ, એક 12 પાસ અને તો માત્ર 8 પાસ

ડિગ્રી વગરના બે ડૉકટરને એસઓજી પોલિસએ ઝડપી પાડ્યા Bhavnagar એસઓજી પોલીસ દ્વારા કરાઈ બન્ને ડૉક્ટરની ધરપકડ મેડિકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ Bhavnagar SOG Police: ભાગનગરમાંથી ફરી એકવાર બોગસ ડૉક્ટર ઝડપાયો છે. સોનગઢ અને પાલીતાણા ખાતેથી ડૉકટરની...
bhavnagar sog એ બે બોગસ ડૉક્ટરની કરી ધરપકડ  એક 12 પાસ અને તો માત્ર 8 પાસ
  1. ડિગ્રી વગરના બે ડૉકટરને એસઓજી પોલિસએ ઝડપી પાડ્યા
  2. Bhavnagar એસઓજી પોલીસ દ્વારા કરાઈ બન્ને ડૉક્ટરની ધરપકડ
  3. મેડિકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ

Bhavnagar SOG Police: ભાગનગરમાંથી ફરી એકવાર બોગસ ડૉક્ટર ઝડપાયો છે. સોનગઢ અને પાલીતાણા ખાતેથી ડૉકટરની ડિગ્રી વગરના ડૉકટરને એસઓજી પોલિસએ ઝડપી પાડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ક્લિનિક ચલાવી જાહેર નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 બોગસ ડૉકટરોને Bhavnagar S.O.G પોલીસે ઝડપી પાડ્યો છે. ડિગ્રી વિના દવાખાના ખોલી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉકટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: ‘મારે તારી સાથે વાત નથી કરવી...’ ઈન્સ્ટાગ્રામના મેસેજથી લઈને પોલીસ સ્ટેશન સુધીની કહાની

ભાવનગર એસઓજી પોલીસ દ્વારા બંન્ને ડૉક્ટરની ધરપકડ

નોંધનીય છે કે, Bhavnagar એસ.ઓ.જી.પોલીસે 02 જેટલી ટીમો બનાવી બોગસ બન્ને ડૉકટરને ઝડપી પાડવામાં આવ્યાં છે. શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલભાઇ કરશનભાઇ યાદવ 12 સુધી અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, ડૉકટર ન હોવા છતાં ડૉકટર તરીકે દવાખાનુ ખોલીને વગર ડિગ્રીએ મેડિકલ પ્રેકટીસ કરી રહ્યો હતો. જેથી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા તે ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: પક્ષીજગતની અનોખી ઘટના, માત્ર કચ્છમાં જોવા મળતા કાળા તેતર બન્યા Jamnagar ના મહેમાન

કોઈ પણ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો

પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાં જેન્તીભાઇ પાલજીભાઇ રાઠોડે ધોરણ 08 સુધી અભ્યાસ કર્યો છે. તેની પાસે પણ ડૉકટર ન હોવા છતાં ડૉકટર તરીકે પોતાના રહેણાંકી વાળા મકાનમાં દવાખાનુ ખોલી, વગર ડિગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી રહો હતો. બન્ને ડિગ્રી વગર ડૉકટર સામે મેડિકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી પોલીસ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવવા તજવીજ કરેલ છે.

Advertisement

આ પણ વાંચો: Kutch: સફેદ રણમાં અત્યારે દરિયા જેવો નજારો, જુઓ આ Video

Tags :
Advertisement

.